ગૌરવશાળી ઇતિહાસ અને ગતિશીલ વર્તમાન સાથે સતત કાયાપલટના દાયકાથી ગુજરી રહેલ ભારતીય રેલવે તંત્ર વિવિધ ક્ષેત્રોમાં પડકાર‚પ સુધારાઓને અપનાવીને એક ઉજ્જવળ ભવિષ્યના રસ્તે આગળ વધી રહી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે માહિતી આપતા કહ્યું કે ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી અને જુના રેલ નેટવર્કમાંની એક છે. તેની શ‚આત ૧૬ એપ્રિલ, ૧૮૫૩ના રોજ બોરીબંદરથી ઠાણે વચ્ચે થઈ, જે હવે સુંદર પહાડો, ઘાટિઓ, નદીઓ અને ઝરણા વચ્ચેથી પસાર થઈને આખા દેશને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમને જોડે છે. હાલના બે વર્ષો દરમ્યાન માનનીય રેલ મંત્રી સુરેશ પ્રભાકર પ્રભુએ રેલવે કનેક્ટિવિટીનો વિસ્તાર પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચાડેલ છે, જે અત્યાર સુધી રેલ માનચિત્રથી બાકાત હતા.
ભાકરે કહેલ કે, ભારતીય રેલવે આવતી કાની સવલતોનના વિકાસને સુનિશ્ચિત કરવામાં વિશ્વાસ રાખે છે અને સારા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે વિભિન્ન પ્રકારની સંકલ્પનાઓને અપનાવે છે. આ જ ક્રમમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ એક ખુબ જ મહત્ત્વપૂર્ણ પરિયોજના છે, જેનું ક્રિયાન્વયન જાપાન સરકારની મદદથી કરવામાં આવી રહેલ છે. આનાથી ભારતીય રેલવે વિશ્વની મુખ્ય યાત્રી રેલ સિસ્ટમ સાથે કદમ મિલાવતી દેખાશે અને ભારતીય રેલવેના એન્જીનીયરોને ટેકનીકલ સહાય મળવાની સાથે-સાથે મેક ઇન ઇન્ડિયા સંકલ્પનાના માધ્યમથી હાઈ-ટેક ઉપકરણોના નિર્માણ દેશમાં જ કરવામાં મદદ મળશે.
બીજા માધ્યમોની સહક્રિયા સાથે રેલ નેટવર્કનું એકીકૃત વિકાસ કરવા માટે રાજ્ય સરકારો, જન પ્રતિનિધિઓ અને બીજા સંબંધિત મંત્રીઓ જોડે તાલમેલ અને ચર્ચા સાથે રાષ્ટ્રીય રેલ યોજના-૨૦૩૦ ની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહેલ છે. ૫ ટન એક્સેલ લોડ, શૂન્ય દુર્ઘટના, કુશળ ખરીદ, ગતિ વૃદ્ધિ, ૧૦૦ સાઇડિંગયપીએફટી, ક્ષમતા ઉપયોગિતા અને લેખા સુધાર શીર્ષકથી ૭ લક્ષ્યો તર્કસંગત અને સાક્ષ્ય આધારિત નિર્ણયોને પણ પ્રાથમિકતાથી લાગુ કરવામાં આવી રહેલ છે. ભારતીય રેલવેનો ૧,૦૦,૦૦૦ કરોડ ‚પિયા ના ખર્ચ વાળુ સ્ટેશન પુનર્વિકાસ કાર્યક્રમ વિશ્વમાં સૌથી મોટા ટ્રાંઝિટ ઓરિએન્ટેડ વિકાસ કાર્યક્રમ છે.
આ યોજના હેઠળ હબીબગંજ અને ગાંધીનગર સહિત વિભિન્ન સ્ટેશનોને અત્યાધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે પુનર્વિકસિત કરવામાં આવશે.