રાજકોટના યુવા ક્રિકેટરને બેંગ્લુરુમાં નિષ્ણાંતોનું માર્ગદર્શન મળશે
રાજકોટના યુવા ક્રિકેટર કેવિન જીવરાજાણીની અંડર-૨૩ ક્રિકેટ કેમ્પ માટે નેશનલ ક્રિકેટ એકેડેમી, બેંગ્લુરુ માટે પસંદગી કરવામાં આવી છે. કેવિન જીવરાજાણીએ કર્નલ સી.કે.નાયડુ અંડર-૨૩ ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતની શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજકોટનું નામ ઉજ્જળ કર્યું છે. કેવિનના શાનદાર પ્રદર્શનને ધ્યાને રાખીને ઓલ ઈન્ડિયા જુનિયર સીલેકટર દ્વારા તેની એનસીએ બેંગલુરુ ખાતે પસંદગી કરવામાં આવે છે.
આગામી તા.૨૫ જુનથી ૨૪ જુલાઈ દરમિયાન અંડર-૨૩ પ્લેયર્સ કેમ્પમાં કેવિનને નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહેશે. આ કેમ્પમાં કેવિન જીવરાજાણી ઉપરાંત યુવા ક્રિકેટર સમર્થ વ્યાસ અને યુરાજ ચુડાસમા પણ તાલીમ મેળવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com