375 એકરમાં સ્થપાયેલા સફારીનું સંવર્ધન કરવા સરકારે રિલાયન્સ સાથે વાટાઘાટો શરૂ કરી
દરેક ક્ષેત્રમાં રિલાયન્સ જે રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યું છે. તેની સાથે સમાજન અને પર્યાવરણ ની જાળવણીમાં પણ રિલાયન્સ પાછળ રહ્યું નથી. જામનગર ખાતે જે રીતે પાણી સંગ્રહાલય બનાવવાનો નિર્ધાર રિલાયન્સ દ્વારા કરવામાં આવ્યો છે તેવી જ રીતે હવે રિલાઇન્સ ની એનજીઓ ગ્રીન ઝોલોજીકલ રેસ્ક્યુ એન્ડ રીહેબલીએશન સેન્ટર સોસાયટી કેવડિયા ઝુ સફારીનું સંપૂર્ણ સંચાલન કરશે તેવી વાત સામે આવી રહી છે. એટલું જ નહીં સરકાર પણ કંપની સાથે આ મુદ્દે વાટાઘાટો શરૂ કરી દીધા છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે કેવડિયા સફારીનું સંપૂર્ણ સંચાલન અને તેનું સંવર્ધન રિલાયન્સની એનજીઓ દ્વારા કરવામાં આવશે.
375 એકર માં ફેલાયેલા આઝુમાં ૯૦ જેટલા પ્રાણી, પક્ષીઓ અને વન્ય જીવ સૃષ્ટિ વસવાટ કરે છે. રિલાયન્સ જો આ સફારી પાર્કનું સંચાલન કરે તો આવનારા સમયમાં આ જૂને એક્સટેન્ટ પણ કરવામાં આવી શકે છે સાથોસાથ જગ્યાની માલિકી સ્ટેચ્યુ યુનિટી હસ્તક જ રહેશે માત્ર ને માત્ર સંપૂર્ણ સંચાલન કરવાનું રહેશે જે અંગે હાલ કંપની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રિલાયન્સ ના એનજીઓને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી પરવાનગી મળી ગઈ છે જે મુજબ તેઓ જામનગરમાં અઢીસો એકરમાં ખાનગી પ્રાણી સંગ્રહાલય ઊભું કરશે. રિલાયન્સ નું એનજીઓ હાથી અને દીપડાના રેસ્ક્યુપાર્ક માટે પણ કાર્ય કરી રહ્યું છે.
પરંતુ રિલાયન્સ ના ડાયરેક્ટર પરિમલ નથ વાણીએ જણાવ્યું હતું કે આ અંગે હજુ કોઈ નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો નથી પરંતુ સરકાર આ મુદ્દે કંપની સાથે ચર્ચા વિચારણા કરી રહી છે . કેવડિયા ઝૂ સફારી ને રિલાયન્સ ની એનજીઓ દ્વારા સતત ટેકનિકલ અને ઓપરેશનલ માર્ગદર્શન ગત વર્ષના સપ્ટેમ્બર મહિનાથી જ આપવામાં આવી રહ્યું છે ત્યારે આવનારા નજીકના સમયમાં જ રિલાઇન્સ આ સફારી પાર્કનો સંચાલન સંભાળે તો નવાઈ નહીં. સામે સફારી પાર્કમાંથી ઉભો થતો નફો સરકાર અને રિલાયન્સના એનજીઓ વચ્ચે વિભાજીત કરવામાં આવશે અને તે કેટલા ટકાવા વિભાજીત કર્યા છે તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.
રિલાયન્સ એનજીઓ પાસે વિશ્વના ખ્યાતનામ તજજ્ઞ સફારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે જે ખરા અર્થમાં આ સફારીને વિકસિત કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સફારીમાં વસવાટ કરતા અલગ અલગ જીવ સૃષ્ટિઓની યોગ્ય રીતે દેખભાળ અને તેને આપવામાં આવતો ખોરાક અંગે પણ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે.
પ્રતિ દિવસ 9,000 થી વધુ લોકો કેવડિયા જંગલ સફારીની મુલાકાત લ્યે છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા કેવડિયા જંગલ સફારી માં પ્રતિ દિવસ 9,000 થી વધુ લોકો અહીં મુલાકાતે આવે છે જેમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે ટીકીટનો ભાવ 200 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે તો બીજી તરફ બાળકો માટે 125 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે. ત્યારે કેવડિયા ઝુ સફારીનું સંચાલન રિલાયન્સ દ્વારા કરવામાં આવશે તો અનેક નવા આકર્ષણ પણ સામે આવશે.
જામનગર ખાતે 250 એકર માં રિલાઇન્સ ઝુનું નિર્માણ કરી રહ્યું છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહી છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. બન્ને સરકારો પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 250 એકરમાં વિશ્વનું સૌથી મોટું ઝૂ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ઝૂને ‘ગ્રીન્સ ઝૂલૉજિકલ, રેસ્ક્યુ ઍન્ડ રિહૅબિલિટેશન કિંગડમ’ તરીકે ઓળખવામાં આવશે.