કેન્દ્રિય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસ પર કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથીપદે સામેલ થયા અને પરેડની સલામી ઝીલી:સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલી અર્પી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ પર ગુજરાતના કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. તેમણે દેશના પહેલા ગૃહમંત્રી અને લોહપુરુષનાં નામથી પ્રસિદ્ધ સરદાર પટેલની સ્ટેગ્યુ ઑફ યુ નિટી પર પુષ્પાંજલિ અર્પિત કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિદેશ યાત્રાએ હોવાને લીધે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, જે પરંપરા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે, આપણા દેશના પહેલા ગૃહમંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાની, આજે આપણે એને આગળ વધારી રહ્યા છીએ. શાહે કહ્યું કે, આ રાષ્ટ્રીય એકતા દિવસનું એક અલગ મહત્વ પણ છે કેમ કે આ રાષ્ટ્રીય એકતા દિવસ આઝાદીના અમૃત મહોત્સવનો દિન પણ છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન આવતો આ રાષ્ટ્રીય એકતા દિવસ આપણા સૌના માટે ખાસ મહત્વ ધરાવે છે કેમ કે સરદાર સાહેબે આઝાદી બાદ, જ્યારે અંગ્રેજોએ દેશના ટુકડા કરવાનું ષડયંત્ર કર્યું હતું, ભારત, પાકિસ્તાન અને 550થી વધુ રજવાડાંને અલગ કરીને દેશને ટુકડામાં રાખવાની યોજના હતી, એને નિષ્ફળ બનાવતા એક અખંડ ભારત બનાવવાનો સંકલ્પ લીધો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કેવડિયા માત્ર એક સ્થળનું નામ નથી, આ એક તીર્થસ્થળ બની ગયું છે, રાષ્ટ્રી ય એકાત્મતા અને રાષ્ટ્ર ધર્મનું તીર્થસ્થાન, દેશભક્તિનું તીર્થસ્થળ અને આ આકાશને આંબતી સરદાર સા હેબની પ્રતિમા આજે સમગ્ર દુનિયાને સંદેશ આપી રહી છે કે, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, ભારતની એકતા અને અખંડિતતાને કોઇ વેર-વિખેર ન કરી શકે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે જ્યારે સમગ્ર રાજા રજવાડાનો ભારતીય સંઘમાં વિલય કરવાનો હતો ત્યારે સરદાર સાહેબની તબિયત સારી નહોતી ચાલતી. સવારે 5 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી બેઠકો ચાલતી હતી. દેશના અલગ ભાગોને ભારતની સાથે જોડવાનું કામ સરદાર સાહેબે કર્યું હતું. અલગ રજવાડાને ભારતમાં જોડવાની સાથે જ દેશનો એક ભાગ એવો પણ હતો જેના પર કોઇનું ધ્યાન ગયું નહીં અને એ હતો લક્ષદ્વીપ, સરદાર પટેલે ભારતના નૌકાદળને યોગ્ય સમયે લક્ષદ્વીપ મોકલીને એને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ આપણા સૌના માટે બહુ મહત્વપૂર્ણ છે. દેશને મળેલી સિદ્ધિઓનાં ગુણગાન તો કરવાના જ છે પણ સાથે જ 100 વર્ષો બાદ દેશ ક્યાં ઊભો હશે એની સંકલ્પના અને સંકલ્પ પણ આજની પેઢીએ લેવાનાં છે. શાહે કહ્યું કે જ્યારે આઝાદીનાં 100 વર્ષો પૂરાં થશે ત્યારે દેશ ક્યાં હશે એનો નિર્ણય અને સંકલ્પ આપણા દેશની જનતા અને ખાસ કરીને આજની યુવા પેઢીએ લેવાનો છે. તેમણે કહ્યું કે જો દેશની 130 કરોડ જનતા એકએક સંકલ્પ લે અને જીવનપર્યત એનું પાલન કરે તો એ દેશને આગળ વધારવા માટેનું એક બહુ મોટું માધ્યમ બનશે.

અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ આપણા સૌની સમક્ષ એક સંકલ્પ મૂક્યો છે, એ જસ્વીતેજસ્વી, વિકસિત, સમૃદ્ધ, સુરક્ષિત, સુસંસ્કૃત અને શિક્ષિત ભારતનો સંકલ્પ. આ સંકલ્પની સિદ્ધિ માટે આપણે સૌએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષને સંકલ્પ વર્ષ તરીકે પણ મનાવવું જોઇએ. આપણે સૌએ સંકલ્પ લઈને દેશને આગળ વધારવા માટે જીવનભર દેશ માટે કામ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, કલ્પના કરો કે એક બાળક સંકલ્પ લે કે તે ભોજનની થાળીમાં એક પણ અન્નનો દાણો નહીં છોડે, અને 12માં ધોરણમાં ભણતી ક્ધયાએ સંકલ્પ લે કે સમગ્ર જીવન ટ્રાફિક નિયમોનો ભંગ નહીં કરે તો દેશને કેટલો બધો ફાયદો થશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, જો આ જ રીતે 130 કરોડની જનતા એક સંકલ્પ લે તો 130 કરોડ સંકલ્પનો સંપૂટ દેશને આગળ વધારવા માટે ચોક્કસ જ પરિણામલક્ષી હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.