20થી 22 ડીસેમ્બર સુધી DG કોન્ફરન્સ ચાલશે.
21 ડીસેમ્બરે વડાપ્રધાન મોદી કોન્ફરન્સમાં સંબોધન કરશેકેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ હાજર રહેશે.
કેવડિયાના સાધુ બેટ ખાતે આવેલી ટેન્ટ સીટી- 2 ખાતે આજે ગુરૂવારથી 3 દિવસીય ઓલ ઇન્ડીયા ડીજી કોન્ફરન્સનો દેશના ગૃહમંત્રી રાજનાથસિંહ પ્રારંભ કરાવશે. જેમાં દેશના તમામ રાજ્યના ગૃહમંત્રીઓ, ડીજી તથા તમામ એજન્સીના વડાઓ હાજર રહેશે. દેશના સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ હાજર રહેશે.
કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રીઓ કિરણ રિજિજુ અને હંસરાજ આહીર પણ કોન્ફરન્સમાં હાજર રહેશે
કેન્દ્રીય ગૃહ વિભાગ હસ્તકની સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ રાજ્યોમાં પોલીસ સામે આવતા પડકારોની પણ ચર્ચા કરશે.દેશના 20 રાજ્યના 168 કલાકારો કરશે કલ્ચરલ પ્રેઝન્ટેશન કરશે.