ફાઈનાન્સીયલ સેકટરમાં યોગદાન આપવા બદલ મારવાડી યુનિ.ના પ્રેસીડેન્ટને એવોર્ડ અર્પણ: ઠેર ઠેરથી અભિનંદન
સૌરાષ્ટ્રના વિકાસમાં જે મહાનુભાવોનું યોગદાન છે. તેવા વિવિધ નામાંકિત વ્યકિતઓને સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ ૨૦૧૭
ગુજરાતના મુખ્યમંત્રી વિજય
ભાઈ ‚પાણીના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો.જેમાની નામાંકિત વ્યકિતઓમાં મારવાડી યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ કેતનભાઈ મારવાડીનો સમાવેશ કરાયો હતો. મારવાડી એજયુકેશન ફાઉન્ડેશન માટે ગૌરવીની બાબત છે. મારવાડી યુનિવર્સિટી તથા મારવાડી એજયુકેશનની અન્ય સંસ્થાઓ દ્વારા કેતનભાઈને તેમના આ સન્માન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કેતનભાઈ મારવાડીને તેમના ફાઈનાન્સીયલ સેકટરમાં યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કેતનભાઈ તથા તેમનાભાઈ દેવેનભાઈ અને સંદીપભાઈ દ્વારા મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ પ્રા.લી.ની આજે ગુજરાતની વિવિધ જગ્યાએ તેમજ દેશના અન્ય મહત્વના શહેરોમાં શાખાઓ દ્વારા આશરે સાડા ત્રણ લાખ કરતા વધુ ગ્રાહકોને બેકીંગ સિવાયની તમામ ફાઈનાન્સીયલ સેવાઓ પુરી પાડવામાં આવે છે.તેમજ દેશના બંને સ્ટોક એક્ષ્ચેંજમાં કંપનીના ટર્નઓવરને કારણ પ્રથમ દસ બ્રોકરોમાં ભારત લેવલે સ્થાન પ્રાપ્ત કરેલછે. કેતનભાઈના આ સન્માન બદલ મારવાડી યુનિવર્સિટીના કો.ફાઉન્ડર અને વાઈસ પ્રેસીડેન્ટ જીતુભાઈ ચંદારાણા તથા અન્ય ટ્રસ્ટીઓ, મારવાડી યુનિવર્સિટીના ડાયરેકટર ડીન, રજીસ્ટ્રાર તેમજ અન્ય શૈક્ષણીક તથા બીન શૈક્ષણીક સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.