ફાગણીયો મુબારક સૌને… રંગ કેસુડાનો મુબારક સૌને… આ પંકિત સૌને યાદ આવે રંગોના પર્વમાં રંગોની સો કેસુડાના રંગનું ખુબ મહત્વ હોય છે. કેસુડાના ફુલની સૌદર્યની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખુબ મહત્વ છે. કેસુડાના નિદોર્ષ રંગોની હોળી લોકપ્રિય ગણવામાં આવે છે. આ સિવાય કેસુડાના ઉકાળેલા ગરમ પાણીથક્ષ સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટતા હોવાનું આયુર્વેદિક કહે છે.
ફાગણ માસના ધમધમતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધુળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરૂ સ્થાન પામી ચૂકયો છે. તમામ સંયોગને કલરફુલ બનાવે છે કેસુડો ત્યારે યાદ આવે કે… ફુલ સમ કેસુડો સાજણ મારો વસંત થઈ આવશે, હોંશે હું કોયલ પૈશ કંથ મારો ટહુકો થઈ આવશે… આવો રૂડો કેસુડો ઠેકઠેકાણે ખીલી ઉઠ્યો છે. જાણે કેસુડાની કળીએ બેસીને ફાગણીયો લહેરાયો છે…!