- જૂના અને નવા રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓ પણ આ વિશેષ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
Rajkot News
વાંકાનેર રાજવી પરિવાર સામાજિક અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર છે. આપણા દેશની આઝાદી પછીની દરેક પેઢી દેશમાં કોઈને કોઈ સરકારનો ભાગ રહી છે. વાંકાનેરના કેસરીદેવસિંહજીના તેજસ્વી કાર્યો અંગે આરકેસી કોલેજ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
રાજવીનો જન્મ 5 નવેમ્બર, 1982ના રોજ પ.પૂ. વાંકાનેરના સ્વર્ગસ્થ ડૉ. દિગ્વિજયસિંહજીના પુત્ર તરીકે થયો હતો. એટલુજ નહિ રાજવી કેસરીદેવસિંહજી વાંકાનેર રાજ્યના 16મા વંશજ છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ વાંકાનેરની વિદ્યા ભારતી શાળા, રાજકોટની રાજકુમાર કોલેજ અને નવી દિલ્હીની આધુનિક શાળામાં મેળવ્યું હતું. આ પછી તેણે મહારાષ્ટ્રના પંચગનીની ન્યુ એરા હાઈસ્કૂલમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. અને આગળ તેણે બ્રિટનની હર્સ્ટપિયરપોઈન્ટ કોલેજમાંથી 12મું અભ્યાસ કર્યો. તેઓની વિવિધ સંસ્કૃતિઓ શીખવાની અને સમજવાની ક્ષમતાએ તેમને યુનાઇટેડ કિંગડમના યોર્કશાયરમાં યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડમાં ટુરીઝમ અને લેઝર મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવવામાં મદદ કરી.
વાંકાનેર રાજવી પરિવારનો રાજકુમાર કોલેજ સાથે લાંબો અને દીર્ઘકાલીન નાતો છે. વાંકાનેરના મહારાણા રાજ સાહેબ બનેસિંહજી 1870ના દાયકામાં આરકેસીની રચનામાં મૂળ સ્થાપકો અને યોગદાન આપનારાઓમાંના એક હતા. વાંકાનેરના મહારાણા રાજ સાહેબ અમરસિંહજી આરકેસીમાં અભ્યાસ કરનાર વાંકાનેરના રાજવી પરિવારની પ્રથમ પેઢી હતા. વાંકાનેરના મહારાણા રાજ સાહેબ પ્રતાપસિંહજી આરકેસીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા, આરકેસીના બોર્ડમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા ટ્રસ્ટી અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, આરકેસીના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. વાંકાનેરના મહારાણા રાજ સાહેબ દિગ્વિજયસિંહજી પણ આરકેસીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ઓલ્ડ બોયઝ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને આરકેસીના ભૂતપૂર્વ ટ્રસ્ટી હતા.
ત્યારે રાજકુમાર કોલેજ દ્વારા રાજકોટ વાંકાનેરના મહારાણા સાહેબ કેસરીસિંહજીનું રાજ્ય સભામાં સાંસદ બનવા બદલ રાજકુમાર કોલેજના પ્રમુખ, સંસ્થાના બોર્ડ ઓફ ટ્રસ્ટીસ, ફાઉન્ડિંગ હાઉસ તથા નવા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વાંકાનેર ના મહારાણા રાજ સાહેબ કેસરી શ્રીજી હાલ સ્થાપક અને રાજકુમાર કોલેજ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. કુમાર કોલેજ એ ભારતની સૌથી જૂની અને પ્રીમિયર રેસિડેન્સીયલ પબ્લિક સ્કૂલમાં ની એક છે કે જેની સ્થાપના 1870 માં થઈ હતી અને છેલ્લા 150 વર્ષોમાં અનેકવિધ સિદ્ધિઓ પણ હાંસલ કરી છે.
રાજકુમાર કોલેજ પરિવાર દ્વારા સન્માન મેળવવું એક ગૌરવની વાત છે : મહારાણા સાહેબ કેસરીસિંહજી
વાંકાનેરના મહારાણા રાજ સાહેબ કેસરીસિંહજીનું રાજકુમાર કોલેજ રાજકોટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે કોલેજ પરિવાર દ્વારા સન્માન મેળવવું એક ગૌરવની વાત છે. રાજકુમાર કોલેજ માથી અનેકવિધ તારલાઓ પાસ આઉટ થયા છે કે જે દેશની સેવા કરે છે. તારા સમયમાં રાજકુમાર કોલેજ નું મહત્વ જે છે તેનાથી પણ બમણું થશે અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો પણ મળશે.
રાજકુમાર કોલેજનો ભવ્ય ઇતિહાસ તેની યશ કલગીમાં વધારો કરે છે : માંધાતાસિંહજી
રાજકોટ રાજવી પરિવારના માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે, કોલેજનો ભવ્ય ઇતિહાસ તેની યશ કલગીમાં વધારો કરે છે એટલું જ નહીં અહીં અનેક દિગ્ગજ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પોતાની ઉત્કૃષ્ટ કામગીરી અને સેવા દેશ માટે કરી રહ્યા છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે રાજકોટ અને રાજકોટની રાજકુમાર કોલેજ માટે આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે વાંકાનેરના રાજવી પરિવારના કેસરીસિંહજીને રાજ્યસભાના સાંસદ બનવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું. આ રાજકુમાર કોલેજની એક પરંપરા છે.