• 44 બાટલા અને  34000 રોકડા લઈ  ડિલીવરીવાનનો ચાલક અને શ્રમિક વતન નાસી ગયો‘તા

કેશોદ તાલુકાના  નોંજણવાવ ગામે ગેસ એજન્સીમાં થયેલી ચોરીનો પોલીસ ભેદ ઉકેલી ડિલીવરી વાનના ચાલકની વતન રાજસ્થાનથી ઝડપી લઈ 41 બોટલ કબ્જે કરી જયારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

તારીખ 5 જૂન 2024 ના નોંજણવાવ ગામે ગેસ એજન્સી માં કામ કરતા મજુર અને ડ્રાઇવર 44 જેટલા બાટલા ચોરી ગયેલની ફરિયાદ નોંધવામાં આવી હતી.

નેશનલ ગેસ એજન્સી નામની પેઢીમાં રાજસ્થાનના  રામસ્વરૂપ ફરસાભાઈ રામ અને સુખદેવ ભજના રામ ગોધારા નામના વ્યક્તિઓ કામ કરતા હતા.આ બંને ઇસમો ગેસ એજન્સીમાં અલગ અલગ ગામોમાં ગ્રાહકોને ગેસના બાટલાની ડીલેવરી નું કામ કરતા હતા. ત્યારે રાંધણ ગેસના બાટલા નંગ 44 તેમજ રોકડ રૂપિયા 34,600 ની આ બંને સામો દ્વારા ચોરી કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ બંને ઈસમો ચોરી કરી પોતાના વતન રાજસ્થાન જતા રહ્યા હતા. ફરિયાદી દ્વારા આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાવવા માં આવી હતી. જેને લઇ કે કેશોદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો ની મદદ થી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે આરોપી સુખદેવ રાજસ્થાન ખાતે તેના વતન ભોજાસર હોવાની બાતમી મળતા કેશોદ પોલીસ દ્વારા સુખદેવ ગોદારાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી સુખદેવ પાસેથી બાટલા નંગ 41 જેની કિંમત ₹1,23,000 નું મુદ્દામાલ રિકવરી કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.