વિદેશોમાં પણ વિમા કોન્ફરન્સમાં એલઆઈસીનું પ્રતિનિધિત્વ કરે છે
એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા કેશોદ બ્રાન્ચના એક માત્ર વિમા એજન્ટ હિતેષભાઈ ચનિયારા ફરી વખત ૨૦૧૯માં મિલીયન ડોલર રાઉન્ડ ટેબલના કોર્ટ ઓફ ધ ટેબલના સાતમી વખત અવિરત મેમ્બરશીપ લઈ કેશોદનું તથા એલઆઈસી પરીવારનું ગૌરવ વધારેલ છે. લબ્ધ પ્રતિષ્ઠિત કોર્પોરેટ કલબ મેમ્બર અને કોર્ટ ઓફ ધ ટેબલના જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાના એક માત્ર વિમા એજન્ટ તરીકે વર્ષોથી વિમા જગતમાં ચમકતા સિતારા તરીકે પ્રખ્યાત છે. તેમાં વર્ષ ૨૦૧૯માં એમ.ડી.આર.ટી.ની એન્યુઅલ મીટ મિયામી (યુ.એસ.એ) અને ઓસ્ટ્રેલિયાના શિડની મુકામે વર્લ્ડ ઈન્સ્યુસન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા જશે. તેમજ આ સન્માનને પાત્ર થતાં દિવ મુકામે મુંબઈથી રિઝનલ માર્કેટીંગ મેનેજર ગોવિંદદાસ ગુપ્તાના હાથે શિલ્ડ સર્ટીફીકેટ અને કોર્ટ ઓફ ધ ટેબલ માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા તેમજ ૨૦૨૦ માટે કોર્ટ ઓફ ધ ટેબલ બનવાની શુભેચ્છા પાઠવી હતી.
આ તકે ડિવિઝનલ મેનેજર અગ્રવાલ તેમજ શાખા અધિકારી જાફડા હિતેષભાઈ ચનિયારાને ખુબ જ અભિનંદન પાઠવ્યા તેમજ ડિવિઝનનું તેમજ કેશોદ શાખાનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ સતત નામ રોશન કરવા બદલ ખુબ જ સાબાસી આપી અને જુન ૨૦૧૯માં અમેરીકા અને સપ્ટેમ્બર ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાની વિમા કોન્ફરન્સમાં જઈને એલઆઈસીનું પ્રતિનિધિત્વ કરવા માટે ખુબ શુભેચ્છા પાઠવી. આ તકે તેમની સફળતાની જીવન કથની બુક હિતેચ્છુ વાંચવા માટે બધાના જીવનમાં પ્રેરણારૂપ બને તે માટે વાંચવાની ભલામણ કરવામાં આવી હતી. તેઓ સફળતાના શિખરો સર કરતા કરતા પોતે પ્રેરણાદાયી વકતા તરીકે રાષ્ટ્ર-આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમની સેવાઓ આપેલ છે. તેમજ ભારતભરના શ્રેષ્ઠ ૧૦૦ એજન્ટોમાં તેમની ગણના થાય છે. તેમજ તેઓ એક માત્ર એવા વિમા સલાહકાર છે કે ભારતભરમાં જેમના જીવન પર પુસ્તક લખાયેલ, હિતેચ્છુ તેઓ તેમના ગ્રાહકો અને શુભેચ્છકોનો આ સફતાના શિખરે પહોંચાડવા બદલ દીલથી ખુબ ખુબ આભાર માને છે તેવું આર.બી.રાજતીયા તેમની યાદીમાં જણાવે છે.