કેશોદના યુવાનનું આફ્રિકામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. રોજગાર માટે કેશોદથી આફ્રિકા ગયો હતો.તેમજ 2 સપ્ટેમ્બરના રોજ તેનું મૃત્યુ થતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. તેમજ મૃત્યુના કારણ અંગે તપાસ કરવા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, કેશોદના મોહમ્મદ યુસુફ અલી હુસેન મલેક નામના યુવાનનું આફ્રીકાના કોંગો કિન્સાસા માં મૃત્યુ થયું હતું.તે રોજગાર માટે કેશોદ થી આફ્રિકા ગયો હતો. જ્યાં ૨ સપ્ટેમ્બર ના રોજ તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થતાં પરિવારને જાણ કરવામાં આવી હતી, ત્યારે આર્થિક રીતે ગરીબ પરિવારના પુત્રનું અચાનક મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટ્યા સ્થિતિ સર્જાઈ હતી.
ત્યારે મુસ્લિમ અગ્રણીઓ એ યુવાનના મૃતદેહને કેશોદ લાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આફ્રિકામાં ભારતીય એમ્બેસી માં સંપર્ક કરાયો હતો, સાંસદ મનસુખભાઈ માંડવીયા ને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે મોહમ્મદ યુસુફ નો મૃતદેહ ઈથોપિયા થી મુંબઈ અને રાજકોટ સુધી વિમાન દ્વારા લાવવામાં આવ્યો ત્યાંથી કેશોદ ખાતે લાવવામાં આવ્યો હતો. તેમજ મોહમ્મદ યુસુફના પિતાનું ૧૧ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું, પરિવારમાં માતા અને નાનો ભાઈ છે
ત્યારે યુવાનના મૃત્યુ થી પરિવારમાં શોક છવાયો યુવાનના જનાજામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા અને પરિવારને સાંત્વના આપી હતી. તેમજ યુવાનનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું હોવાની શંકા જતા મૃત્યુના કારણ અંગે તપાસ કરવા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જય વીરાણી