તાજેતરમાં લોકડાઉન-૪માં એસ.ટી. બસો શરૂ કરવાની મંજૂરી મળતા કેશોદ શહેરની આસપાસના વિસ્તારો જેવા કે, માંગરોળ, જૂનાગઢ, વંથલી, મેંદરડા સહિતના રૂટો એસ.ટી. દ્વારા શરૂ કરવામાં આવેલ છે. પરંતુ હાલમાં કોરોનાના કહેરને કારણે એસ. ટી.ને મુસાફરો નહીં મળતા કેશોદ એસ.ટી. ડેપોને ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. આ રૂટ ઉપર શરૂ કરાયેલા બસોમાં ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે અને લોકો બને ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસો કરવાનો ટાળી રહ્યાં છે. અથવા જયા જરૂર હોય ત્યાં પોતાના જ ખાનગી વાહનો દ્વારા પ્રવાસ કરતા એસ.ટી. બસોના તમામ રૂટો ખાલી જઈ રહ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
Trending
- કેશોદ: મગરનો શિકાર કરનાર 4 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડયો
- ગીર સોમનાથ: ઈણાજ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
- રાજકોટ: ‘પતિ-પત્ની ઔર વો’ વાળો કિસ્સો આવ્યો સામે
- રાજકોટથી 8 દિવસનું મહાકુંભ ટૂર પેકેજ, ફેબ્રુઆરી 2025માં શરૂ થશે; જાણો ભાડું
- રાજકોટ: મેડિકલ ફીલ્ડનો અનોખો કિસ્સો દર્દીના નાકમાં દાંત ઉગ્યો દૂરબીન વડે ઓપરેશન થયું સફળ
- દેશને ‘મોહિત’ કરી જનાર “મનમોહન” ચિરવિદાય
- જામનગરમાં ખોડલ માઁ પધાર્યા: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત માઁ ખોડલની શોભાયાત્રાનો પ્રારંભ
- Lookback 2024: 2024ના ટેક જગતના વિજેતાઓ…