ક્લબનું એસપીને આવેદન
જૂનાગઢના જાણીતા પત્રકાર કિશોરભાઇ દવેના હત્યારો ફિરોઝ કાસમ હાલાની જિલ્લા જેલ ટ્રાન્સફર કરવાની માંગ સાથે જૂનાગઢ એસપીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
જૂનાગઢના જાણીતા પત્રકાર કિશોરભાઇ દવેની હત્યાનો મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે લાલો કાસમ હાલાને જિલ્લા જેલ ટ્રાન્સફરની માંગણી કરતું આવેદન પત્ર કેશોદ પ્રેસ ક્લબના પ્રમુખ તથા સભ્યો એ ડી એસ પી ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જૂનાગઢના પત્રકાર કિશોરભાઇ દવેની હત્યા તેમની ઓફિસમાં થયેલ હતી. જે ખૂન કેસમાં પોલીસે ૩ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. અને આ હત્યામાં જૂનાગઢના ચોબારીનો ફિરોઝ ઉર્ફે લાલો કાસમ હાલા, સંજય રાઠોડ તેમજ અન્ય એક આરોપી મળી કુલ ૩ આરોપીઓની અટકાયત કરેલી હતી. જેમાં આ ખૂન કેસનો મુખ્ય સૂત્રધાર-૨૦૧૭માં પેરોલ ઓર છૂટ્યા બાદ ફરાર થઇ જતા પોલીસે તેમને છરી જેવા ઘાતક હથિયાર સાથે ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ જૂન-૨૦૧૮માં કોઇ કારણોસર હાઇકોર્ટમાંથી પેરોલ મંજૂર કરી ત્યારબાદ પેરોલની મુદત પૂરી થવા છતા પોલીસમાં હાજર થવાને બદલે આરોપી ફિરોઝ ઉર્ફે લાલો ફરાર થઇ ગયો હતો. જેને રાજકોટ રેન્જ આઇ જી સૂચના થી આર આર સેલે ગોંડલ ગુંદાણા ચોકડી પાસેથી નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી લઇ ગોંડલ પોલીસને સોંપેલ છે. ત્યારે આ બાબતને લઇ પત્રકાર કિશોરભાઇ દવેના પરિવારજનો દ્વારા કેશોદ પત્રકાર સંઘને સાથે રાખી જૂનાગઢના એસ પી નિલેશ ઝાંઝરિયાને એક આવેદન પત્ર આપેલ હતું. જેમાં આ હત્યાના મુખ્ય સૂત્રધાર ફિરોઝને જિલ્લા જેલ ટ્રાન્સફર માંગ કરવામાં આવેલ છે. ત્યારે પત્રકારો તથા પરિવારજનોની રજૂઆત ધ્યાનમાં રાખી યોગ્ય ઘટતું કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.