સોરઠના બુટલેગર પર સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો

પોલીસે 6,796 બોટલ વિદેશી દારૂ, ટ્રક, બે એક્ટિવા અને મોબાઇલ મળી રૂ.41.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો
દિવાળી નિમિતે કેશોદ પંથકના બુટલેગરે મગાવેલા વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાતા સ્થાનિક પોલીસમાં દોડધામ

અબતક,રાજકોટ

દિવાળી નિમિતે સોરઠ પંથકના બુટલેગરોએ રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવ્યાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી 6,796 બોટલ વિદેશી દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને કેશોદના સોંદરડા ગામ પાસેથી ઝડપી લીધા છે. બંને રાજસ્થાની શખ્સો કોલસાની નીચે છુપાવી લેવેલો વિદેશી દારૂ, ટ્રક, બે એક્ટિવા અને મોબાઇલ મળી રૂા.41.46 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પડેલા દરોડાના કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદના સોંદરડા ગામના ર્સ્વે વંબર 125 પૈકીના 1 નંબરના પ્લોટમાં કચ્છ પાસીંગના જી.જે.12ઝેડ. 2450 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આદારે સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ.કે.બી.તરાર સહિતના સ્ટાફે સોંદરડા ગામે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન રાજસ્થાનના ઝાલોર નજીકના ખીસડોકી ધાણી ગામના ટ્રક ચાલક સોગરામા રતનારામ બિશ્ર્નોઇ અને ભાટીપ ગામના ક્લિનર મનોહરલાલ ચુનિલાલ બિશ્ર્નોઇ નામના શખ્સોને રૂા.28.50 લાખની કિંમતની 6,796 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા.

પોલીસે બંને શખ્સો પાસેથી કોલસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ, ટ્રક, બે એક્ટિવા, મોબાઇલ અને કોલસાની ખોટી બનાવેલી બીલ્ટી સહિત 41.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસે સોગારામ બિશ્ર્નોઇ અને મનોહરલાલ બિશ્ર્નોઇની ધરપકડ કરી તેને વિદેશી દારૂ બનાસકાંઠાના યોગેશ રગાભાઇ જયસ્વાલ અથવા રાજસ્થાન સાચોરના અશોક ઉર્ફે ફોજી માજુ રામસીંગ બિશ્ર્નોઇએ કેશોદ પંથકમાં વિદેશી દારૂ મોકલ્યાનું બહાર આવ્યું છે. દિવાળી નિમિતે વિદેશી દારૂ મગાવનાર કેશોદ પંથકના બુટલેગરો મળી કુલ નવ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે કેશોદ પોલીસને અંધારામાં રાખી પાડેલા દરોડાના કારણે સ્થાનિક પોલીસને રેલો આવશે તેવી દહેશત સાથે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.