જય વિરાણી, કેશોદ:
18 નવેમ્બર, સન 1962માં ચીન અને ભારત વચ્ચેનાં યુદ્ધમાં ચીનનાં 1300થી વધુ ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર અને દેશની રક્ષા કાજે શહિદી વ્હોરનાર આહીર સમાજનાં 114 જવાનો અને ર્માં ભોમની રક્ષા માટે બલિદાન આપનાર દેશના તમામ શૂરવીરોને શ્રદ્ધાંજલી અર્પવા આહીર સમાજનાં લોકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી આહીર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભોમની રક્ષા કાજે જાન ફના કરી આપનાર ૧૧૪ આહિર શહિદોને શ્રદ્ધાંજલિ આપવા કેશોદમાં શ્રધ્ધાંજલી સભા યોજવામાં આવી હતી.
ભારત અને ચીન વચ્ચે ખેલાયેલા યુધ્ધમાં મા ભોમની લાજ રાખવાં દુશ્મનોનાં દાંત ખાટાં કરવા જંગનાં મેદાનમાં શહિદી વ્હોરનાર ૧૧૪ આહિર સમાજનાં સૈનિકો ને શ્રધ્ધાંજલી આપવા કેશોદના એમ. વી. બોદર આહિર સમાજ ખાતે સાંજે ૬-૩૦ કલાકે શ્રધ્ધાંજલી સભા યોજવામાં આવેલ હતી.
કેશોદ શહેરનાં તમામ આગેવાનો અને નગરશ્રેષ્ઠીઓએ શ્રધ્ધાસુમન અર્પણ કરી શહિદોની શહાદતને યાદ કરી હતી. કેશોદ આહિર સમાજના આગેવાનો અને શહેરની વિવિધ સંસ્થાઓનાં હોદેદારો ઉપસ્થિત રહીને મીણબત્તી પ્રગટાવી બે મીનીટ મોન રાખી શ્રધ્ધાંજલી આપી હતી.