કેશોદ સમાચાર

લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા સ્ત્રીમાં રહેલી કળાને બહાર લાવવા  વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે લેઉવા પટેલ સમાજ ખાતે  ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા . જેમાં આરતી ડેકોરેશન, બેટી બચાવો બેટી પઢાવો, ચિત્ર સ્પર્ધા તેમજ બાગાયત વિભાગમાંથી કૃષિ વિષય કિચન ગાર્ડનિંગ ,બાલ્કની ગાર્ડનિંગ તેમજ ઘર આંગણે શાકભાજી પાકો જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી હતી .

બાગાયત અધિકારી  રાજેશભાઈ ચૌહાણ હાજર રહેલ તેમજ આરતી ડેકોરેશન સ્પર્ધામાં 25 બહેનો અને બેટી બચાવો બેટી પઢાવો ચિત્ર સ્પર્ધામાં 25 દીકરીઓએ ભાગ લીધેલ જેમાં બધાને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ જેમાં નિર્ણાયક તરીકે કંચનબેન પાઘડાર , મધુબેન એફિલ ,  તરુણાબેન સાવલિયા અને મિતલબેન ચોવટીયા એ સેવા આપેલ આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા બહોળી સંખ્યામાં બહેનો હાજર રહેલ હતા .

આ કાર્યક્રમને મુખ્ય હેતુ બેટી બચાવો બેટી પઢાવો થીમ સ્પર્ધા થી સમાજને એક સંદેશો પૂરો પાડેલ .મહિલાઓમાં રહેલી શક્તિને ખીલવવા આર્થિક રીતે પગભર કરવા મહિલા મંડળ પ્રયત્ન કરે છે જે લેઉવા પટેલ મહિલા મંડળ ના પ્રમુખ શારદાબેન રાખોલીયા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ લેઉવા પટેલ સમાજની બહેનો માટે સતત પ્રયત્નશીલ રહે છે.

જય વિરાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.