જય વિરાણી, કેશોદ: કેશોદ રેલ્વે સ્ટેશન પર ગુજરાત રાજ્ય પોલીસ માટે કાયમી ધોરણે જગ્યા ફાળવવામાં આવેલ ન હોવાથી કામગીરી કરવામાં મુશ્કેલીઓ થતી હતી. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુ પંડ્યા દ્વારા લાંબા સમયથી માંગણી કરવામાં આવેલ હતી. ત્યારે ગૃહ વિભાગ દ્વારા આઉટ પોસ્ટ પોલીસ ચોકી ફાળવવામાં આવતાં કેશોદ રેલ્વે સ્ટેશન પર કાર્યરત કરવામાં આવેલ છે.
કેશોદ રેલ્વે સ્ટેશન પર આસપાસના વિસ્તારનાં મુસાફરો આવતાં જતાં હોય છે. ત્યારે સલામતી અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કેશોદ રેલ્વે સ્ટેશન પર જીઆરપી દ્વારા કરવામાં આવે છે. કેશોદ રેલ્વે સ્ટેશન પર ફાળવવામાં આવેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી આસપાસ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે લોકભાગીદારીથી સહકાર આપવા કેશોદ રેલ્વે સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કાન કોડીયાતરે સામાજિક સંસ્થાઓ અને દાતાઓને અપીલ કરી છે.
કેશોદ રેલ્વે સ્ટેશન પર નિયમિત રીતે પસાર થતી ટ્રેનોના સ્ટોપેજ સમયે ધક્કામુક્કી ન થાય અને આકસ્મિક ઘટના ન બને તે અંગે કેશોદ ગુજરાત રાજ્ય પોલીસનાં કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવે છે. કેશોદ રેલ્વે સ્ટેશન પર આવેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી હેઠળ શાપુરથી માળીયા હાટીના સુધીનો વિસ્તાર આવતો હોય, ત્યારે ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી થી વહીવટી કામગીરી કરવામાં સરળતા ઉપલબ્ધ થઈ છે.