3.37 કરોડના ખર્ચે બગીચાનું રિનોવેશન કરાશે: એક વર્ષમાં કામ પૂર્ણ થશે
કેશોદ પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ લોકો ના સુખાકારી માટે 2019 માં આંબાવાડી ખાતે આવેલ બગીચામાં નવી સુવિધા ઉભી કરવા દરખાસ્ત કરાઈ હતી જેની 2022 માં પાલીકા પ્રમુખ લાભુબેન પીપલિયાના વડપણ હેઠળ મંજૂરી મળતાં ગાર્ડન ડેવલોપમેન્ટ કામગીરી હાથ ધરાઈ છે.બગીચામાં સંપૂર્ણ સુધારા વધારા સાથે નવું બાંધકામ થતાં સ્કેટીંગ સર્કલ, યોગાભ્યાસ માટે જગ્યાં, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ, સ્ટેજ સાથે લોન યુક્ત સભાસ્થળ, કેન્ટિન અને ડાઇનીંગ અને બેઠક વ્યવસ્થા ઉભી કરાશે ગાર્ડનમાં રહેલ જીમના જુના બાંધકામ રંગરોગાન કરી નવા સાધનો વસાવી ફરી કાર્યરત કરવામાં આવશે.
બગીચામાં પ્રવેશવા માટે 1 મુખ્ય એન્દ્રી ગેટ રહેશે. ગાર્ડનમાં માટી થી તૈયાર થનાર એક વોક વે અને બ્લોક થી તૈયાર થનાર પાથ વે હશે જે લોકોને હરવા ફરવા વધારાની સુવિધા ઉભી કરશે. ગાર્ડનની બનાવવામાં આવેલ રસ્તાઓ પર એલઇડી લાઇટ, હાઇ માસ્ટ ટાવર, સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવશે. જેથી વોકીંગ કરનાર લોકો પરોઢિયે સુમધુર મ્યુઝિકનો અવાજ સાંભળી હળવા મહેસુસ કરી શકશે.બગીચા ને સંપૂર્ણ કાર્યરત થતાં 1 વર્ષ જેટલો સમય લાગશે. તેના માટે ડિમોલીશન સહિત 3.37 કરોડનો ખર્ચ થવા જશે. આ બગીચો પાલીકા ઇજનેર, પ્રોજેક્ટ ક્ધસલટન્ટ, ટીપીએ દેખરેખ હેઠળ તૈયાર થશે.