પ્રમુખ તરીકે શિલ્પાબેન સોલંકી તથા ઉપ પ્રમુખ તરીકે ખીમાણંદભાઈ ઘુંસરની વરણી
કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુર્ણ થતા આજ રોજ ડેપ્યુટી કલેકટર રેખાબા સરવૈયાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપના બાર સદસ્યો કોંગ્રેસના પાંચ સદસ્યો હાજર રહ્યા હતા જેમાં શિલ્પાબેન જયદીપસિંહ સોલંકીને ભાજપ તરફી બાર મત મળતા બહુમતીથી પ્રમુખ તરીકે વરણી થયેલ જ્યારે કેશોદ તાલુકા પુર્વ ઉપ પ્રમુખ ખીમાણંદભાઈ ઘુંસરને પણ ભાજપ તરફી બાર મત મળતા ફરીથી ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
ચુંટણી યોજાય તે પહેલાથી જ કેશોદ ધારાસભ્ય પુર્વ ધારાસભ્યો રાજકીય આગેવાનો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને નવા હોદેદારોની નિમણૂંક થતાની સાથે શુભેચ્છા પાઠવી હતી
નવનિયુક્ત હોદેદારોની નિમણૂંક થતા વિજય સરઘસ યોજી ફટાફડા ફોડી વિજય વ્યક્ત કર્યો હતો અને ડો.બાબા આંબેડકરની પ્રતિમા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી વિજેતાની ખુશી વ્યક્ત કરી હતી
આ ચુંટણીમાં નવા હોદેદારોની વરણી થતા કોંગ્રેસના કુલ દશ સભ્યો હતા જેમા પાંચ સભ્યો પહેલાથી જ કોંગ્રેસ વિરોધી મતદાન કરતા બે સભ્યો નિર્દોષ જાહેર થયેલા જ્યારે ત્રણ સામે કેસ ચાલી રહયોછે ત્યારે પાર્ટીએ ફરીથી એક વખત તક આપી છતા આ વખતે પણ કોંગ્રેસ વિરુદ્ધ કરતા પાર્ટી દ્વારા સખ્ત કાર્યવાહી કરી પાર્ટી માંથી સસ્પેન્ડ કયવામાં આવશે તેવુ કેશોદ તાલુકાનાં કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારીયાએ જણાવેલછે