કેશોદ, જય વિરાણી
આગામી 2022ની ચૂંટણીને લઈને બધા પક્ષો પોતાની પાર્ટીના કામ અને જવાબદારીઓને લઈને સ્પષ્ટ થયા છે, ઉપરાંત તમામ પૂર્વ તૈયારીઓ ધીમે ધીમે શરૂ થઇ છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, કે પછી આપ તમામ પક્ષોએ ચૂંટણી માટે સજ્જ થવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ત્યારે કેશોદનાં આંબાવાડીમાં આજે કડવા પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટીએ કેશોદ તાલુકા કારોબારી બેઠક યોજેલી હતી આ બેઠકમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ તાલુકાના પ્રભારી નારણભાઈ ભેટારીયા, અને ધાનીબેન નંદાણીયા, પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી હાજર રહ્યા હતા.
ઉપરાંત કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ પરબતભાઈ પિઠીયા, કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ કાળુભાઇ દેત્રોજા, જિલ્લા પંચાયત ચિચાઇ સમિતિના ચેરમેન અતુલભાઇ ઘોડાસર, જૂનાગઢ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અશોકભાઇ રાઠોડ, કેશોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાભાઇ ખાંભલા, વરિષ્ઠ આગેવાન રાવતભાઇ સિસોદિયા,અને નારણભાઈ કરંગીયા, તાલુકા ભાજપ મહામંત્રી ધીરજભાઈ કાલરીયા, અજીતભાઈ બાબરીયા., દરેક મોરચા ના પ્રમુખ અને મહામંત્રી તેમજ કેશોદ તાલુકા ભાજપ કારોબારી સદસ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કારોબારી બેઠકમાં તાલુકાના વિકાસનાં કામોને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દ્વારા વિકાસના કામોની યાદી ઘર ઘર સુધી પહોંચેં તેની વિસ્તૃત વ્યૂહરચના બનવવામાં આવી હતી.