કેશોદ સ્વામિનારાયણ ગુરૂકુલ અક્ષયગઢમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધાર્મિક ભગતે જણાવેલ કે ગુરૂકુલમાં પ્રથમ અટલ બિહારી બાજપાઈજીની પ્રતિમાને ઠાકોરજીની પ્રસાદીનો ફુલહાર અર્પણ કરી અને તે પછી સંતો તથા શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ તેમના આત્માને શાંતી મળે તે માટે ૧૦ મિનિટ ધુન કરી પ્રાર્થના કરી હતી. ત્યારપછી પૂજય જનકલ્યાણ સ્વામીએ બાજપાઈજીના ગુણોનું વર્તન કરતું પ્રાસંગીક પ્રવચન કરી શાબ્દીક શ્રદ્ધાંજલિ આપેલ હતી.
પ્રવચનમાં જણાવેલ કે ઈ.સ.૧૯૯૭માં રાજકોટ ગુરૂકુલમાં પધારેલ ત્યારે બોલેલા કે ગુરૂકુલએ પ્રાચીન પરંપરા છે અને હું વિચારું છું કે મને ગુરૂકુલમાં અભ્યાસ કરવાનો કેમ લાભ ના મળ્યો અને પછી તમામ વિદ્યાર્થીઓએ પુષ્પ પાખડી અર્પણ કરી મીણબતી પ્રજવલીત કરી શ્રદ્ધાંજલી આપેલ અને આ સફળ કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સીપાલ બી.એલ.મારડીયાએ કહ્યું હતું.