લાંબી સારવારમાં મહિલાએ દમ તોડતા એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી
કેશોદના રાણીપરા ગામે પરણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લાંબી સારવાર બાદ મહિલાનું મોત નીપજતાં એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના રાણીપરા ગામે રહેતા પારૂલબેન પ્રકાશભાઈ ડાભી નામના 28 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે સોમવારે ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર માટે કેશોદ બાદ ગોંડલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ લાંબી સારવાર બાદ પરણીતા પારુલ બેનને સારવારમાં દમ તોડતા એક પુત્ર પોતાની માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરીને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથધરી છે.