જય વિરાણી, કેશોદ: હાલ ગુજરાતમાં બધે પાક ધિરાણ ભરવાનો કાર્યકર્મ ચાલુ છે. તેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક ધિરાણ ભરવાની આખર તારીખ આપી છે. આ આખર તારીખ પેલા પાક ધિરાણ ભરવા અથવા રિન્યુ કરવા ખેડૂતોની લાઈનો લાગી છે. જયારે એક તરફ ઓછો સ્ટાફ અને બીજી બાજુ ખેડૂતોની લાઈનો, આ મુશ્કેલી ઉભી થવાથી પાક ધિરાણ બાબતે ખેડૂતોને હેરાન થવું પડે છે. જેથી કેશોદ તાલુકાના અજાબ અને શેરગઢ ગામના ખેડૂતો અને આગેવાનોએ અજાબ સ્ટેટ બેંકના મેનેજરને પાક ધિરાણ બાબતે રજુઆત કરી.
અજાબ અને શેરગઢ ગામના ખેડૂતો અને આગેવાનો અજાબ સ્ટેટ બેંકના મેનેજરને રજુઆત કરી કે, સરકારે પાક ધિરાણ રિન્યુ કરવા માટે છેલ્લી તારીખ 30 જુન જાહેર કરી છે. આ તારીખ પેલા ધિરાણ ભરવા માટે 1400 જેટલા ખેડૂતો બેંકમાં ગયા હતા. પરંતુ ઓછા સ્ટાફની વ્યવસ્થાથી 1400 ખેડૂતોનું ધિરાણ નિર્ધારિત તારીખે પૂરું કરવું શક્ય લાગતું નથી. તેથી કોઈ બીજી વ્યવસ્થા ગોઠવીને ખેડૂતોનું ધિરાણ રિન્યુ કરવાની વાત કરી છે.
મેનેજરને રજુઆત કરવામાં મુખ્ય આગેવાનો મગન અઘેરા, શેરગઢના કનકસિંહ બાબરીયા, રામ ગજેરા, કનુ દુધાત્રા અને, મુળ ગરચર સામેલ હતા. જે રજુઆત સબંધે બેંક મેનેજરે જણાવેલ કે સ્ટાફની વ્યવસ્થા કરી ને 30 જુન સુધીમાં અજાબ, શેરગઢના તમામ ખેડૂતોનુ પાક ધિરાણ રિન્યુ કરી આપવામાં આવશે. આ સાથે ખેડુતો પણ બેંકના કર્મચારીઓને સહયોગ આપે તેવી અપીલ કરી છે.’
આ રજુઆત કર્યા પછી હાલ તો તેની સફળ પરિણામ જોવા મળ્યું છે. અજાબ અને શેરગઢ ગામના અન્નદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જોઈને લાગે કે સરકારે નિર્ધારિત કરેલા સમય પહેલા ખેડૂતોનું પાક ધિરાણ રિન્યુ થઈ જશે.