જય વિરાણી, કેશોદ
સરકાર, સ્થાનિક આગેવાન અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અવાર નવાર સ્વચ્છતા અંગે સ્વછતા અભિયાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવતી હોય છે. ત્યારે કેશોદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કેશોદ તાલુકાના અજાબના મેઈન વિસ્તારમાં ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે. જેનાથી લોકોના સ્વાસ્થયને ખરાબ અસર થઈ છે.
અજાબના શિવ મંદિર ચોકમાં ગંદકી અને પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ગામમાં મોટા પ્રમાણમાં લોકો બિમારીનો ભોગ બન્યા છે. ગામમાં અસંખ્ય કેસ ડેંગયુના જોવા મળ્યા છે. તંત્રની આ ઘોર બેદરકારી મુદે ગામ લોકોની રજુઆત છતાં પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મુદે કોઈ પગલાં ન લેવાતા લોકોમાં પંચાયતના સતાધિશો સામે રોષ ભરાયા છે.
આ બાબતે વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ સરપંચ કે ઉપ સરપંચ ધ્યાને લેતા નથી. રે જિલ્લા પંચાયત ના સદસ્ય ધર્મિષઠા બેન કમાણી ને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.ત્યારે આજે ગામમાં ઘરે ઘરે માંદગીના ખાટલા હોવા છતાં સતાધિશો બે ખબર બનીને ગામમાં ફરતા હોય છે. જેથી ગામના લોકોમાં તેમની સામે રોષથી ભભૂકી ઉઠ્યા છે. ગામમાં થતી ચર્ચા મુજબ હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ સતાધીશોને જનતા ઘરે બેસાડશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.