કેશોદ કેશોદના સોંદરડા કોયલાણા હાઇવે પર આવેલા યુવરાજ ટેલરમાંથી રૂ.૪૫ હજાર રોકડ કોઇ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. કેશોદ સાત કીલોમીટર દુર કોયલાણા હાઇવે પર આવેલા યુવરાજ ટેઇલરમાંથી ગતરાત્રિના ૧૦ થી ૧૧ ની વચ્ચે કોઇ અજાણ્યા શખ્છો રૂ. ૪૫ હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હોવાની ફરીયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં મયંકભાઇ ચંદુભાઇ ખાનપરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મળતી વિગતો મુજબ આ ચોરી ના બનાવ અંગે કોઇ જાણભેદુનો હાથ હોઇ પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે અને પોલીસ ઘટના સ્થળે દોડી જાય આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે અને આ ચોરી અંગે પોલીસને કોઇ મહત્વની કડી મળી હોવાનું પણ બીન સત્તાવાર જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com