જય વિરાણી, કેશોદ: આજ થી 38 વર્ષ પૂર્વ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદના બામણાસા(ઘેડ) અને આજુબાજુના ઘેડ પંથકમાં હોનારત થઈ હતી. 22 જૂન 1983ના દિવસે આ વિસ્તારમાં 70 ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથક બોટમાં ફેરવાયો હતો. જેમાં ઘણા બધા લોકોના મોત નિપજ્યા હતા. એ વાતને આજે 38 વર્ષ થઈ ગયા છે. જેને યાદ કરતા કેશોદના બામણાસા ઘેડ ગામના લોકોએ 1983ની હોનારત ને યાદ કરી છે.
હાેનારતની ઘટનાને યાદ કરતાં ગામલાેકાેએ વેપાર ધંધા બંધ રાખ્યાં છે. 70 ઇંચ જેટલો વરસાદ પડતાં ઓઝત, ઉબેણ, મધુવંતી નદીઓમાં ભારે પુર આવતા ગાંડીતુર બની હતી. તેને કારણે બામણાસા ઘેડ ગામના 59 લોકોના મોત નિપજયા હતા. આ ગામમાં થયેલી મોતનો આંકડો જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ હતો. જેને યાદ કરતા ગામ લોકોએ આજે વેપાર ધંધા બંધ રાખ્યા છે.
70 ઇંચ વરસાદ પડતા કેશોદ, વંથલી, શાપુર શહેરના સમગ્ર વિસ્તારો બોટમાં ફેરવાયા હતા. જેમાં બે દિવસ સુધી લોકો ઘરની છત પર બેસી દિવસો પસાર કર્યા હતા. આ ભયાનક જળપ્રકોપના ચાર દિવસ બાદ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી મુલાકાતે આવ્યા હતા. આજે પણ લોકો તે ક્ષણને યાદ કરી ધ્રુજી ઉઠે છે.