રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.
માર્કેટમાં મગફળીના ભાવ ઓછા હોવાથી ખેડુતોને રાહત થાય તે માટે રાજય સરકારના સંવેદનપૂર્ણ નિર્ણય અંતર્ગત મગફળીની ખરીદી ૨૦ કિલોના ૧૦૦૦ના ભાવે કરવામાં આવી રહી છે.
કેશોદ ખાતે મગફળીની ગુણવતાનું ગ્રેડિંગ તથા ખેડુતોને અપાતી પાવતી વિગેરે કાર્યવાહીનું સ્થળ નિરીક્ષણ પ્રાંત અધિકારી કેશોદ રેખાબા સરવૈયાએ કર્યું હતું. ખેડુતોની વિવિધ વ્યવસ્થા અંગે સુચના આપી હતી.