- સ્ટેટ મોનીટરિંગ સેલની સંયુકત કાર્યવાહીમાં વિક્રેતાને સાથે રાખી અધિકારીઓએ અનેક સ્થળે તપાસ હાથ ધરી
- આશરે 41,75000 ની કિંમતનું 12500 લિટલ જ્વલંતશીલ પેટ્રોલિયમ પદાર્થના જથ્થાને સિઝ કરાયું
કેશોદ ન્યૂઝ : કેશોદ ખાતે જ્વલંતશીલ પદાર્થના વિક્રેતાઓને ત્યાં સ્ટેટ મોનીટરિંગ સેલ અને સ્ટેટ પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા . સતત 15 કલાક સ્ટેટ મોનીટરિંગ સેલની કાર્યવાહીમાં વિક્રેતાને સાથે રાખી અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું . પુરવઠા વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં આશરે 41,75000 ની કિંમતનું 12500 લિટર જ્વલંતશીલ પેટ્રોલિયમ પદાર્થના જથ્થાને સિઝ કરાયું હતું . વિઝિલન્સની કાર્યવાહીમાં જ્વલંતશીલ પદાર્થ ભરાવવા આવેલ ટ્રક, ડિઝલ પંપ, મશીનરી સહિત તેમને લગતી સાધન સામગ્રીને જપ્ત કરી સિઝ કરાયા હતા .
એસએમસી અને પુરવઠાની કાર્યવાહીમાં આશરે 79000 રોકડ સહિત રાધે ટ્રેડિંગના ભાગીદારો, 2 ટ્રક ડાઇવરને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરાઇ હતી . કેશોદમાં રાત્રી દરમ્યાન એલડીઓ પંપ પર દરોડાની કાર્યવાહીમાં જ્વલંતશીલ પદાર્થના નમુના લેવા સહિતની કાયદાકીય કાર્યવાહીમાં મામલતદાર, એફએસએલ અને પોલીસ તંત્ર ખડે પગે રહ્યું હતું .
જય વિરાણી