મધુબેન કમરાટા અને સવિતાબેન કુંભાણીએ રાજીનામું આપ્યું: જોકે પાલિકા પ્રમુખે હજી સુધી રાજીનામું સ્વીકાર્યું નથી
લોકસભાની ચુંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સતાધારી પક્ષ ભાજપમાં અસંતોષની આગ લબકારા મારી રહી છે. જુનાગઢ જિલ્લાના કેશોદમાં ભાજપમાં રિતસર ભડકો થયો છે. કેશોદ નગરપાલિકાના બે મહિલા સભ્યોએ આજે કારોબારી સમિતિના સભ્યપદેથી રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કયાં કારણોસર આ બે મહિલા સભ્યોએ રાજીનામું આપ્યું તે હજી સુધી જાણવા મળ્યું નથી જોકે પાલિકા પ્રમુખે હજુ સુધી કારોબારી સમિતિમાંથી મહિલા સભ્યોએ આપેલા રાજીનામાનો સ્વિકાર કર્યો નથી.
કેશોદ નગરપાલિકાના સદસ્ય મધુબેન કમરાટા અને સવિતાબેન કુંભાણીયા આજે કારોબારી સમિતિના સભ્યપદેથી અચાનક જ રાજીનામા આપી દીધા છે.કયાં કારણોસર આ બંને સભ્યોએ રાજીનામાં આપ્યા તે વિગતો બહાર આવી નથી જોકે પાલિકા પ્રમુખે હજી રાજીનામાનો સ્વિકાર કર્યો નથી અને સંગઠનના હોદેદારો દ્વારા આ બંને મહિલા સદસ્યોને મનાવવા માટેના પ્રયાસો જારી છે.