બાગાયતી ખેતીની પદ્ધતિ અપનાવી સફળતા મેળવી કેશોદ તાલુકાના માણેકવાડા ગામના પ્રગતીશીલ યુવા ખેડુત હીતેષભાઈ ડાંગરે પાંચ વિઘામાં પાંચ જાતની બોરડીનું વાવેતર કરી પાંચ વિઘામાંથી દર વર્ષે ત્રણથી સાડાત્રણ લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
કેશોદ તાલુકાના માણેકવાડા ગામના પ્રગતીશીલ ખેડુત હીતેષભાઈ ડાંગરે બાગાયતી ખેતી અપનાવી પાંચ વિઘામાં પાંચ જાતની બોરડીનું વાવેતર કરેલછે જેમાં ચોકલેટ સુરતીકાંઠા ખારેક એપલ તથા ગોલાબોર સહીતની બોરડીનું વાવેતર કરેલછે
પાંચ વિઘાના બોરડીના વાવેતરમાં વીસથી પચ્ચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થાયછે જેની સામે ત્રણથી સાડાત્રણ લાખનું ઉત્પાદન થાય છે
હાલમાં બોરનું ઉત્પાદન થઈ રહ્યુ છે જે કેશોદ જુનાગઢ રાજકોટ સહીતના માર્કેટિંગ યાર્ડમાં વેચાણમાં મોકલવામાં આવેછે હાલમાં ત્રીસ રૂપિયાથી લઈને પચ્ચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળેછે.બાગાયતી ખેતી અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યાછે
પાંચ વિઘામાં પાંચ જાતની બોરડી ઉપરાંત વર્ષો પહેલાં કાજુનુ વાવેતર કરી સફળતા મેળવી તે ઉપરાંત વન કેજી જામફળ અંજીર લાલ સીતાફળ લાલ કેળા સહીતના વાવેતરમાં પણ નવતર પ્રયોગ કરી સફળતા મેળવી અન્ય ખેડુતોને બાગાયતી ખેતી અપનાવી ઓછા ખર્ચે વધુ વળતર મેળવવા ખેડુતોને નવો રાહ ચીંધ્યો છે.