જય વિરાણી, કેશોદ:થોડા દિવસ અગાઉ કેશોદ તાલુકાનાં કણેરી ગામનાં સૈનિક આસામ ખાતે ફરજ બજાવતા શહિદ થયા હતાં એમનાં પરિવારજનોને સાંત્વના આપવા અને વીર શહીદ મહેશભાઈ લખુભા મક્કાને શ્રધ્ધાંજલી આપવા અનેક રાજકીય, સામાજિક આગેવાનો પરિવારજનોની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગઇકાલે સાંજના સમયે પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુકે મુલાકાત લીધી હતી.
પ્રાથમિક શાળાનું નામ વીર શહીદ મહેશભાઈ મક્કાના નામે રાખી કાયમી ધોરણે શ્રધ્ધાંજલી આપવા રજૂઆત
સાંસદ રમેશભાઈ ધડુકે શહીદ જવાનના નિવાસસ્થાને જઈ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ તકે કેશોદ તાલુકાનાં કણેરી ગ્રામ પંચાયત દ્વારા વીર શહીદ મહેશભાઈ મક્કાનું નામ સરકારી પ્રાથમિક શાળા સાથે જોડી આવનારી પેઢીને પ્રેરણા આપવા અને કાયમી ધોરણે સંભારણું બની જાય એ માટે લેખિતમાં રજૂઆત કરી હતી.
સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા શહિદ મહેશભાઈ મક્કાનાં પરિવાર ને સરકાર દ્વારા વધુંમાં વધું સહાય અને પરિવારને આજીવિકા માટે કાયમી વ્યવસ્થા કરવા માટે માહિતી મેળવી રજુઆત કરી મદદરૂપ થવાની તત્પરતા દાખવી હતી.