કેશોદ પોલીસે ૩૮૩૬૦૦ના મુદામાલ સાથે ઈગ્લીશ દારૂનો મોટો જથ્થો પકડી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.
કેશોદ પોલીસે જુદી જુદી બ્રાન્ડની ૧૮૪ ઈગ્લીશ દારૂની બોટલો કિ. રૂ. ૭૩૬૦૦ અને ૧ સ્કરોપીયો ગાડીજેની કિ. રૂ. ૩ લાખ કુલ મળી રૂ. ૩૮૩૬૦૦ના મુદામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રેન્જ આઈ.જી. ડો. રાજકુમાર પંડીયાન અને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ કેશોદ એ.એસ.પી. સંજય ખેરાતના માર્ગદર્શન નીચે પોલીસ કોન્સ્ટેબલ અશરફભાઈ દાઉદભાઈને મળેલી બાતમી મુજબ પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન રાત્રીના ૪.૩૦ની આસપાસ પીઆઈ એમ ઝેડ પટેલ તથા સ્ટાફે રેઈડ કરી આરોપી રામભાઈ કાનાભાઈ રબારી કેશોદ, અજય જીતુભાઈ વાઢીયા કોળી રે કેશોદ, મોહન આર્શીભાઈ મેર રે. ચંદીગઢના રહેણાંક મકાન તથા સ્કોર્પિયો ગાડીમાંથી પરપ્રાંતનો ઈગ્લીશ દારૂ કુલ નં. ૧૮૪ કિ. રૂ. ૭૩૬૦૦ તથા મોબાઈલ ફોન નં. ૫ ની કિ. રૂ.૧૦૦૦૦ તથા સ્કોર્પિયો ગાડી જેની કિ. રૂ.૩ લાખ આમ કુલ મળી રૂ.૩૮૩૬૦૦ના મુદામાલ સાથે પોલીસે ૩ આરોપીને ઝડપી ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.