કેશોદ પોલીસ દ્વારા 1 વર્ષ પહેલા પકડી પડેલ વિદેશી દારૂના જથ્થામાં તપાસ દરમ્યાન વધુ એક આરોપીને ઝડપી પડ્યો છે. મળતી માહિતી મુજબ કેશોદ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ચાદીગઢના પાટીએ પરમિટ વગર વિદેશી દારૂ વેચાણ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આ જ્ગ્યા પર તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વધુ તાપસ કરતાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. માંગરોળ રોડ પર સબ સ્ટેશન નજીક ખેતરમાં ભાગ્યુ રાખેલ હોય ત્યાં વધારાનો જથ્થો રાખવામાં આવતો હોવાની કબૂલાત કરતાં માંગરોળ રોડ પર વાડીએ રેડ કરતાં જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર નાં મુદામાલ સાથે બે ત્યારે કેશોદ
પોલીસ દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવતાં મયુર મોકરીયા ની સંડોવણી બહાર આવતાં કેશોદ પોલીસ એકાદ વર્ષ પહેલાં નાં ફોજદારી કેસમાં વધુ એક આરોપી નો ઉમેરો કરી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.