જય વિરાણી, કેશોદ

સગર્ભા મહિલાઓને કોરોના મહામારીની ત્રીજી લહેરથીથી સુરક્ષિત કરવા વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અગાઉ સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવતી નહોતી પરંતુ નવી માર્ગદર્શિકા પ્રમાણે સગર્ભા મહિલાઓને રસી આપવાથી માતા તથા બાળકોમાં સંક્રમણનો ખતરો ઘટે છે તેથી સરકારની ગાઈડલાઈન મુજબ પ્રેગ્નેન્ટ મહિલાઓને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા સગર્ભા બહેનોને સુરક્ષિત બનાવવા ખાસ રસીકરણ કેમ્પ યોજવા માટે આપેલાં માર્ગદર્શન હેઠળ કેશોદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેશોદ શહેરનાં અગતરાય રોડ પર આવેલી કે.વી.એમ. સ્કુલ ખાતે સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કોરોના વેકસીન આપવામાં આવી હતી.

Screenshot 3 48

કેશોદ શહેરનાં ગાયનેક ડૉક્ટરો દ્વારા સગર્ભા સ્ત્રીઓને સમજણ આપી કોરોના વેકસીન લેવાં પ્રેરિત કર્યા હતા. કેશોદ શહેરમાં થી ૧૫૦ જેટલી સગર્ભા સ્ત્રીઓ એ પ્રથમ ડોઝ લઈને સુરક્ષા કવચ મેળવ્યું હતું. માત્રને માત્ર સગર્ભાવસ્થા સ્ત્રીઓ માટે કોરોના વેકસીન લેવાં રસીકરણ કેમ્પ ફાળવવામાં આવેલ હોય ત્યારે શાંતિપૂર્વક કોવીડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કેશોદ કે.વી.એમ. સ્કુલનાં સંચાલકો અને કર્મચારીઓ દ્વારા પણ ઉત્સાહભેર વ્યવસ્થા કરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.