મહિલા માનસિક અસ્વસ્થ હોવાથી પગલું ભર્યાનું પોલીસ અનુમાન : બાળકીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાય

 

કેશોદના માણેકવાડમાં રહેલી એક મહિલાએ પોતાની સાત વર્ષની કુમળા ફૂલ જેવી બાળકીને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતાં તેને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

આ વાતની ખબર તેના પરિવારને થતા ચકચાર મચી જવા પામી હતી.જ્યારે બંને માતા પુત્રીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.અને હાલ બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.અને પ્રાથમિક પૂછરછમાં જાણવા મળ્યું હતું કે,મહિલા ઘણા સમયથી અસ્વસ્થ રહેતી હોવાના કારણે તેના આ પગલું ભર્યું છે.પરંતુ હાલ આપઘાત પાછળનું ચોક્કસ ક્રના જાણવા મળ્યું નથી જ્યારે પોલીસે મહિલા વિરૂદ્ધ પોતાની પુત્રીને ઝેરી દવા પીવડાવી દેતા તેના સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર કેશોદના માણેકવાડામાં રહેતા કમળાબેન ગોવિંદભાઇ મૂછડિયા (ઉ.વ.35)એ શનિવારે રાત્રે બારેક વાગ્યે પોતાની સાત વર્ષની પુત્રી હેત્વીને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી આ બનાવની જાણ મહિલાના પરિવારને થતા તેને સારવાર માટે જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કમળાબેનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે,મહિલા ઘણા સમયથી માનસિક અસ્વસ્થ હોવાથી આ પગલું ભર્યાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું.પરંતુ ચોક્કસ કારણ જાણવા વધુ કાર્યવાહી હાથધરી છે.જ્યારે પુત્રીની હત્યાની કોશિશ કરતા માતા વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.