જય વિરાણી, કેશોદ
કેશોદ શહેરમાં સૌપ્રથમ વર્ષ ૧૯૬૭ માં શિવાનંદ મિશન વીરનગરના ડૉ અધ્વર્યુ સાહેબનાં સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને કેશોદ પંથકના આંખો નાં દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર અને મોતિયાનાં ઓપરેશન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં આજે પણ નેત્ર નિદાન કેમ્પ અવિરત ચાલુ છે. કેશોદ શહેરમાં છેલ્લાં પચાસ વર્ષથી આરોગ્યલક્ષી સેવાઓ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ને મદદરૂપ બન્યાં હતાં.
કેશોદ શહેર નજીક પસાર થતાં હાઈવે રોડ પર જ્યારે દુરસંચાર અને વાહનવ્યવહારની પુરતાં પ્રમાણમાં વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી ત્યારે આકસ્મિક ઘટના બને તો યુવાનો ની ટીમ સાથે લઈને દોરડાં વડે વાહનો જુદાં કરી ઈજાગ્રસ્તોને સારવાર આપવા વ્યવસ્થા કરતાં હતાં. શ્ર્વેત વસ્ત્રધારી સ્વ. ધીરૂભાઈ રાજા એ ૨૯ વર્ષની યુવાવયેથી આજીવન આરોગ્યલક્ષી સેવાની જ્યોત જગાવી હતી ત્યારે આવનારી પેઢી ને પ્રેરણા મળી રહે અને આજીવન આરોગ્યલક્ષી સેવા કરનાર સ્વ. ધીરૂભાઈ રાજા નું નામ કેશોદ સરકારી હોસ્પિટલમાં ઉમેરવામાં આવે તો ખરાં અર્થમાં શ્રધ્ધાંજલી આપી કહેવાશે.
કેશોદ હિતરક્ષક સમિતિ ની આગેવાની હેઠળ વિવિધ સંસ્થાઓ નાં હોદેદારો માં રેવતુભા રાયજાદા, રાજુભાઈ પંડ્યા, રાજુભાઈ બોદર, જીતુભાઈ પુરોહિત, રાજુભાઈ બોદર, ભીખાલાલ ગોટેચા, દિનેશભાઈ રાજા સહિતના આગેવાનો જોડાયાં હતાં. ગુજરાત રાજ્ય સરકાર નાં આરોગ્ય મંત્રી, માર્ગ મકાન વિભાગના મંત્રી, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી સહિત જવાબદાર અધિકારીઓ ને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે.