- સાહસ વિના સિદ્ધિ નથી’ આ કહેવતને ચરિતાર્થ કરતી કોમલ મક્કા
- હાલ પેરામીલેટરી ફોર્સમાં બજાવી રહી છે ફરજ
- તેમની આ સિદ્ધિ પાછળ માતા પિતા અને પરિવારનો સિંહ ફાળો
Keshod news : કહેવાય છે કે મન હોય તો માળવે જવાય…. અને સાહસ વિના સિદ્ધિ નથી…. આ કહેવતો ને ચરિતાર્થ કરી છે કેશોદ તાલુકાની કોમલ મક્કાએ…..જેણે પોતાના પતિના અવસાન બાદ તેની જ જગ્યાએ દેશ સેવાની સાથે પોતાના પતિનું સ્વપ્ન પૂરું કર્યું છે…. આવો જાણીએ શું છે સમગ્ર હકીકત….
જુઓ આ છે કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા. જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થિ સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો. આ છે પેરામીલેટરી ફોર્સમાં ફરજ બજાવતી કોમલ મક્કા.જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલબેન મક્કાના લગ્ન કેશોદ તાલુકાના જ કેરાળા ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા. મહેશસિંહ મક્કા પેરામેલટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા. પરંતુ બે વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું અને કોમલ મક્કા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા અને હવે શું કરશે તે માટે તેઓ સતત વિચારતા હતા.
તે દરમિયાન પેરામિલરી ફોર્સમાંથી મહેશસિંહ મકાની જગ્યાએ તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને આ ઉપર લેટર કોમલબેન મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો.
જ્યારે કોમલબેન મકકાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો. પરંતુ તેમના સાસરિયાંઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ દૃઢ અને મક્કમ મનોબળથી તેઓએ પેરમિલ્ટ્રી ફોર્સમાં જવાનું નિર્ણય લઈને પોતાના પાંચ વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી. તે દરમિયાન પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી પરંતુ એક જ નિર્ધારતો કે પોતાના પતિ મહેશાસિંહનું સપના પૂર્ણ કરવા તેઓએ તનતોડ મહેનત કરી અને અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી અને લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા.
ઘર કામ કરતી મહિલા અને પેરામિલ્ટ્રી ફોર્સમા ફરજ બજાવતી મહિલા વચ્ચે ઘણું તફાવત છે પરંતુ પોતાની આવડત બુદ્ધિ અને દ્રઢ મનોબળથી કોમલ મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલીને બંને કામ કરી રહી છે ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલટ્રી ફોર્સમાં ફરજ કરીને પોતાના એકના એક દીકરાનું ભવિષ્ય પણ બનાવવા માટે મહેનત કરી રહી છે. તેમના માતા પિતા અને પરિવારનો સાથ સહકાર મળતા તેઓ આ જગ્યાએ પહોંચ્યા છે.