કેશોદના ત્રણ વેપારી સાથે ૪૬,૯૦,૭૧૯ રકમની છેતરપીંડી કરતી કર્ણાટકની જૈન કોકોના સીંગદાણાના બે ટ્રક કેશોદ પોલીસે પકડી પડી છે.
શંકાસ્પદ ૫ કરતાં વધુ લોકોની કેશોદ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ૧૫થી વધુ વેપારીઓએ આ કંપની વિરૂધ્ધ નિવેદનો આપી ફરીયાદ નોંધાવી છે.
છેતરપીંડી કરનાર કર્ણાટકની આ પેઢી સૌરાષ્ટ્રના કોઈ વેપારીએ ઉભી કરી હોય તેમ માનવામાં આવી રહ્યું છે
મગફળી મંગાવી વિશ્વાસમાં લીધા બાદ છેતરપીંડી કરી આ કંપનીએ જુનાગઢ જીલ્લાના વેપારીઓને રાતે પાણીએ રડાવ્યા છે.કર્ણાટકની જૈન કોકો પ્રોડક્ટ પાર્ટી સામે પોલીસ ફરિયાદમાં જેતપુર ખાતે બિલ વગરના શંકાસ્પદ બે ટ્રક જીજે 11 ઝેડ 6400 અને જીજે 09 વાય 9251 ને પકડી પાડવામાં આવ્યા છે.
ફરિયાદના આધારે કેશોદ પોલીસ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છમાં તપસનો ધમધમાટ ચાલુ કર્યો છે. જેમાં વધુ માલનો જથ્થો પકડી પાડવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.વધુ ૧ ટ્રકને કચ્છ ખાતેથી કેશોદ લાવવામાં આવી રહ્યો છે તેવી માહિતી મળી રહી છે.