- જુનાગઢના માંગરોળ નજીક પત્રકાર ઉપર હુમલાની ઘટના વખોડી કાઢતું કેશોદ પત્રકાર એસોસિએશન
- કેશોદ પત્રકાર એસોસિયેશન દ્વારા ડે. ક્લેક્ટર અને ડીવાયએસપીને અપાયું આવેદન
માંગરોળ નજીક પત્રકાર ઉપર થયેલ હુમલાની ઘટનાને લઇ કેશોદ પત્રકાર એસોસિયેશને ડે. ક્લેક્ટર અને DYSPને આવેદન પાઠવ્યું હતું. માંગરોળ નજીક દિવાસા ગામે ગેરકાયદેસર ચાલતી પાણાની ખાણ ઉપર પીજીવીસીએલ વિજિલન્સે વીજ ચોરી ઝડપી પાડયાં બાદ હુમલાની ઘટના બની હતી.પોલીસે આરોપી ઈશાન ઉર્ફે મોટિયો જોષી વિરુદ્ધ ગુન્હોં નોંધ્યો છે.કેશોદ પત્રકાર એસોસિએશન દ્વારા આરોપી વિરૂધ્ધ અનેક ગુન્હાઓ નોંધાયા હોય તેમના વિરૂધ્ધ પાસા અને ગુજસીટોક જેવી કલમોનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
આ અંગે વાત કરવામાં આવે તો, માંગરોળ નજીક દિવાસા ગામે ગેરકાયદેસર ચાલતી પાણાની ખાણ ઉપર પીજીવીસીએલ વિજિલન્સે વીજ ચોરી ઝડપી પાડયાં બાદ હુમલાની ઘટના બની હતી. જેમાં માંગરોળ અને માળિયા હાટિનાના જાણીતા પત્રકાર સંજય વ્યાસે વીજ ચોરીની ઘટનાનું વીડિયો શુટિંગ કર્યું ગેરકાયદેસર પાણાની ખાણ ચલાવતાં સંચાલકોના મળતિયા હિસ્ટ્રીશીટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી ઈશાન ઉર્ફે મોટિયો ભીખુભાઈ જોષી વિરુદ્ધ ગુન્હોં નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે અંગે કેશોદ પત્રકાર એસોસિએશન દ્વારા આરોપી વિરૂધ્ધ અનેક ગુન્હાઓ નોંધાયા હોય તેમના વિરૂધ્ધ પાસા અને ગુજસીટોક જેવી કલમોનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. તેમજ આ ઘટનામાં પત્રકાર જગતમાં ઘેરા પડઘા પડતાં કેશોદ પત્રકાર એસોસિએશ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
જય વિરાણી