- બંને ઈસમો અલગ- અલગ ગામોમાં ગ્રાહકોને ગેસના બાટલાની ડીલેવરી કરવાનું કામ કરતા
- ગેસ એજન્સીના માલિકે કેશોદ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
- કેશોદ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને એક આરોપીને રાજસ્થાનથી ઝડ્પ્યો
કેશોદ તાલુકાના ગેસ એજન્સીમાં જ ડ્રાઇવર અને ડીલેવરીમેને રોકડ રૂપિયા અને ગેસના બાટલા ચોર્યા ની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. હતું. મૂળ રાજસ્થાનના રામ સ્વરૂપ ફરસાભાઈ અને સુખદેવ ભજના રામ ગોધારા નોંજંણવાવ ગામે ગેસ એજન્સીમાં કામ કરતા હતા. ત્યારે અલગ અલગ ગામોમાં ગ્રાહકોને ગેસના બાટલાની ડીલેવરી કરવાનું કામ કરતા હતા.આ બંને ઈસમો ગેસ એજન્સીના 44 જેટલા બાટલા અને ગેસ ડીલેવરી ના રોકડ રૂપિયા 34,600 ની ચોરી કરી રાજસ્થાન નાખી ગયા હતા. જે મામલે ગેસ એજન્સીના માલિકે કેશોદ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ કેશોદ પોલીસે ગેસના બાટલા અને રોકડ રૂપિયાની ચોરી કરનાર સુખરામ ગોદારા નામના એક આરોપીને રાજસ્થાનથી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તારીખ 5 જૂન 2024 ના નોંજણવાવ ગામે ગેસ એજન્સી માં કામ કરતા મજુર અને ડ્રાઇવર 44 જેટલા બાટલા ચોરી ગયેલની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદી વીર ધવલભાઈ સુરેન્દ્રસિંહ રાયજાદાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.કે તેમની નેશનલ ગેસ એજન્સી નામની પેઢીમાં રાજસ્થાનના રામસ્વરૂપ ફરસાભાઈ રામ અને સુખદેવ ભજના રામ ગોધારા નામના વ્યક્તિઓ કામ કરતા હતા.આ બંને ઇસમો ગેસ એજન્સીમાં અલગ અલગ ગામોમાં ગ્રાહકોને ગેસના બાટલાની ડીલેવરી નું કામ કરતા હતા. ત્યારે રાંધણ ગેસના બાટલા નંગ 44 તેમજ રોકડ રૂપિયા 34,600 ની આ બંને સામો દ્વારા ચોરી કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ બંને ઈસમો ચોરી કરી પોતાના વતન રાજસ્થાન જતા રહ્યા હતા. ફરિયાદી દ્વારા આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાવવા માં આવી હતી. જેને લઇ કે કેશોદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો ની મદદ થી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે આરોપી સુખદેવ રાજસ્થાન ખાતે તેના વતન ભોજાસર હોવાની બાતમી મળતા કેશોદ પોલીસ દ્વારા સુખદેવ ગોદારાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી સુખદેવ પાસેથી બાટલા નંગ 41 જેની કિંમત ₹1,23,000 નું મુદ્દામાલ રિકવરી કરી વધુ તપાસ હાથ ધરી છે.