જય વિરાણી, કેશોદ
કેશોદના જલારામ મંદિર ખાતે દર મહિને પ્રથમ રવિવારે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં ગુજરાત રાજ્ય સરકારનાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ સહિતના આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદના જલારામ મંદિર ખાતે આરોગ્યલક્ષી સેવાઓમાં નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, નિ:શુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ,નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્થ આઈડી વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નેત્ર નિદાન કેમ્પમાં ઉમેશ ભટ્ટ દ્વારા કમર, સાંધા સ્નાયુના દુ:ખાવાની સારવાર નિ:શુલ્ક આપવામાં આવી હતી અને દીપેનભાઈ અટારા, સરકારી હોસ્પિટલ, કેશોદ તેમજ એન.સી.ડી. વિભાગ, કેશોદના સૌજન્યથી નિ:શુલ્ક ડાયાબિટીસ ચેક અપ કેમ્પ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્થ આઈડી વિતરણ કરવામાં આવ્યાં હતાં.
વાળા, કેશોદ નેત્ર નિદાન કેમ્પનાં ભોજનના દાતા (માધવ જ્વેલર્સ – કેશોદ) હતાં. કેશોદ શહેર તાલુકાનાં દર્દીઓ એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સારવાર મેળવી હતી અને જે દર્દીઓને મોતીયાનાં ઓપરેશન કરવાનાં હતાં તેઓને બસ દ્વારા રાજકોટ રણછોડદાસજી આશ્રમ ખાતે મોકલવામાં આવ્યા હતાં. કેશોદ જલારામ મંદિરનાં રમેશભાઈ રતનધાયરા દિનેશભાઈ કાનાબાર મહાવીરસિંહ જાડેજા, રાજુભાઈ બોદર,ડૉ ભુપેન્દ્રભાઈ જોષી સહિતના સમિતિના સભ્યો દ્વારા સેવા આપવામાં આવી હતી.