જય વિરાણી, કેશોદ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી પોલીસની ઉત્તમ કામગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા ગુમ થયેલી સોનાના દાગીનાની થેલી થોડી જ ક્ષણોમાં શોધી પરત કરી હતી. કેશોદ શહેરમાં કેશોદ-માંગરોળ રોડ પર કૌશિક ડોબરીયાની દાગીનાની થેલી રસ્તા પર ક્યાંક પડી ગઈ હતી. કૌશિક ડોબરીયાએ થેલી ગોતતા તેને ના મળી. આખરે તેને કેશોદ શહેર પોલીસનો સહારો લીધો.
કૌશિકભાઈ ડોબરીયાની ગુમ થયેલી થેલીમાં ચાર તોલાની સોનાની બંગડી હતી. તેની બજાર કિંમત 2,25,000 છે. પોલીસને જાણ થતા તુરંત તેને આ બાબતની શોધખોળ હાથ ધરી. અને આજુબાજુના લોકોની પુછપરછ કરી. લોકોની પુછપરછ કાર્ય બાદ તેને CCTV કેમેરાની મદદ લીધી.
કેશોદ પોલીસ દ્વારા ખોવાયેલી ઘરેણાંની થેલીને ગણતરીની મિનિટોમાં શોધી કાઢી હતી. પોલીસે ખોવાયેલી થેલીને શોધવા CCTV કેમેરાના ફૂટેજનો સહારો લીધો. કેમેરા ચેક કરતા ગુમ થયેલી થેલી પરત મળી. PI ચૌહાણ સાહેબની સૂચના અનુરૂપ કોન્સ્ટેબલ કનકરાય બોરિયા અને GFD બલદેવસિંહ સીસોદીયા દ્વારા અંદાજિત 2,25,000ની કિંમતના ઘરેણાંની થેલી કૌશિકને પરત કરવામાં આવી હતી.