૧૨૧૮ મીમીથી વધુ વરસાદ નોંધાયો, બે મહિનાથી વળતરની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો
સરકારનું સુત્ર ખેડુત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ પણ ખેડુતની પીડા સમજનાર છે કોઈ? જગતના તાતને જગતના નાથે આ વર્ષે કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિમાં મુક્યાછે ચોમાસાની શરૂઆતમાં વહેલો અને સારો વરસાદ થતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યાર બાદ વરસાદ ખેંચાતા ખેત પેદાશો સાથે ખેડુતોના ચહેરા પણ મુરજાવા લાગ્યા હતા બાદમાં મેઘરાજાની લાંબી અવિરત મેઘસવારીથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ મેઘરાજાની વધુ પડતી મેઘસવારીથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થયું હતું તેમાં પણ અનેક ખેડુતો બાકાત રહેતા ચોમાસાની વિદાય બાદ પણ મેઘરાજાના ધમાકેદાર આગમનથી તૈયાર થયેલ ખેત પેદાશો જાણે મોઢામાં મુકેલ કોળીયો છીનવાઈ રહ્યા જેવિ પરિસ્થિતિનુ નિર્માણ થયું છે જગતના તાતને જગતના નાથ હસાવી રહયોછે અને રોવડાવી પણ રહયોછે તેમાં અધુરામા પૂરૂ સરકાર પણ ખેડુતોને વળતરની જાહેરાત કરવામા ઠાગાઠૈયા કરિ જાણે ખેડુતોની મઝાક કરી રહી હોય તેવુ લાગી રહ્યું છે કારણ કે ધારાસભ્ય સાંસદની રજુઆત પણ સરકારે દયાને લેતી ન હોય તેવુ માનવુ જ રહ્યું નહી તો આટલો સમય ખેડુતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામા કેમ નથી આવતી?
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ કેશોદ તાલુકામાં સર્વે કરવામા આવ્યો છે? સર્વે કરવામા આવ્યો હોય તો ચોમાચુ પુર્ણ થયુ હોવા છતા જાહેરાત કેમ કરવામાં નથી આવતી ? ખેડુતોની અનેક રજૂઆતો આવેદનપત્ર રાજકીય વિરોધ પક્ષોની રજૂઆતો ધારાસભ્ય પુર્વ ધારાસભ્ય સાંસદે પણ રજૂઆત કરી હોવા છતા પણ રજૂઆતો ધ્યાને લેવામાં નહી આવી હોય ? રજુઆત દયાને લેવામી આવી હોય તો કેટલા ખેડુતોને સહાય વળતર મળીછે ? જો મળી ન હોય તો મળશે પણ નહી? ખેતી પ્રધાન દેશમાં ખેડુતોની વિકટ પરિસ્થિતિમા સરકાર ખેડૂતો માટે ખેડૂતોના હીતમાં અતિવૃષ્ટિ જેવા કુદરતી આફતમાં સહભાગી બની વહેલી તકે ખેડુતોને ખેત પેદાશોની નુકશાની મુજબ સહાય આપવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.