મુદત વધારવાની ખેડૂત આગેવાનોની માંગણી
દર વર્ષે ત્રીસ દિવસથી વધુની મર્યાદા સામે હાલ દશેક દિવસની મર્યાદાથી ખેડુતો પરેશાન થયા છે અને મુદત વધારવાની માંગણી કરી રહ્યા છે. હાલના વર્ષે સરકાર દ્વારા જીઆર બહાર પાડવામાં આવતા તેમાં દશ દિવસ જેટલી જ સમય મર્યાદા આપવામાં આવી હોવાના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે.
ખરીફ પાકની ઓનલાઈન અરજી કરવા માટે સાયબર કાફે કે જન સુવિધા કેન્દ્ર કે અન્ય ઓનલાઈન કરતા હોય ત્યાં ઓનલાઈન અરજી કરવી પડે છે જેમાં ૭/૧૨ ૮/અ બેંક પાસબુક ઝેરોક્ષ આધાર કાર્ડ સહિતના ડોકયુમેન્ટ સાથે લઈ જવા પડતા હોય છે. ખેડુતોને ૭/૧૨ ૮/અની નકલ કઢાવવા માટે લાંબી કતારોમાંઉભા રહેવું પડે છે. ગામડેથી આવતા ખેડુતોને ત્રણ ચાર કલાક ત્યાં લાઈનમાં ઉભા રહેવું પડે છે. ત્યાર બાદ જરૂરી ડોકયુમેન્ટની ઝેરોક્ષ કરાવવાની ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી તેની એક નકલ જે તે બેંક કે સહકારી મંડળીઓ જેમાંથી પાક ધિરાણ લીધેલ હોય ત્યાં જમા કરાવવાની આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ખેડુતોને એકથી બે દિવસનો સમય બગડે છે ટીકીટ ભાડુ ખર્ચી ડોકયુમેન્ટ ઓનલાઈન અરજી સહિત સો રૂપીયાથી લઈને બસ્સો રૂપીયા જેટલો ખર્ચ થાય છે. હાલના સંજોગોમાં પંદર તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવી ફરજીયાત હોવાથી જે માત્ર નવ દિવસ જેટલો સમય ગાળો હોવાથી એક સાથે ખેડુતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાથી સર્વર ફરજીયાત હોવાથી જે માત્ર નવ દિવસ જેટલો સમયગાળો હોવાથી એક સાથે ખેડુતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાથી સર્વર ડાઉનતથા નેટવર્કના પ્રશ્ર્નો પણ ઉદભવતા હોય ખેડુતોની પરેશાની સમજી સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખરીફ પાકની ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી પંદર તારીખ હોય જે મુદતમાં વધારો કરવામાં આવે તેવી ખેડુતો માંગણી કરી રહ્યા છે. આ પ્રશ્ર્ને ખેડુત આગેવાનો ખેડુતોને સાથે રાખી સરકારને રજૂઆત કરી સમય મર્યાદા વધારવા માંગણી કરવામાં આવશે ત્યારે જગતના તાતની પરેશાની હલ કરવા સરકાર વિચારશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.