જૂનાગઢ ખાતે યોજાનાર આ ભવ્ય સંમેલનમાં એક લાખથી વધુ જનમેદની જોડાશે
દુર્ગા સેના દ્વારા આગામી માસમાં જૂનાગઢ ખાતે દસહજાર બહેનોને સ્વાનિર્ભર બનાવવાના કોઇ સાથે ‘બ્રહ્મચાર્યાસી’ સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. આ ભવ્ય સંમેલનમાં આશરે એક લાખથી વધુ જનમેદની ઉપસ્થિત રહેશે. જુનાગઢ ખાતે આગામી માર્ચ મહિનામાં દશ હજાર બહેનો ને રોજગારીઆપવાના કોલ સાથે દુર્ગા સેના આયોજીત ભવ્ય બ્રમ ચોયોસીમાં એક લાખ ઉપર ની જન મેદની ઉપસ્થિત રહેશે.
રાજ્ય ભરમાંથી અને દેશ વિદેશ માંથી અસંખ્ય લોકો જુનાગઢ ખાતે બ્રમ ચોયોસીમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેના આયોજનના ભાગરૂપે મુડીયા સ્વામી હોલ મધુરમ જુનાગઢ ખાતે જિલ્લાના બ્રમ સમાજના ભાઈઓ અને બહેનોની એક મિટીંગ મળી હતી તેમાં ભાવેશભાઇ રાજ્યગુરૂ સાથે અનેક મહાનુભાવો હાજરી આપી હતી અને સંમેલનની સફળતાથી ગુજરાતમાં બ્રમ સમાજના સંગઠન તાકાતનો પરચો પણ મળી જશે અને આ સંમેલન અને બ્રહ્મચોયોસીના માદયમથી દશ હજાર બ્રમ સમાજની મહિલાઓને સ્વનિર્ભર પણ બનશે અને તેમને પુરતી રોજગારી પણ મળશે તેમ પણ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું ત્યારે આ સંમેલનની સફળતા માટે જુનાગઢ દુર્ગા સેનાની બહેનો સાથે ગુજરાત ભરની બહેનો સકિય રીતે એક જુથને સંમેલનને સફળતા માટે તનતોડ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ આજની મિટિંગમાં હાજર રહેલા દુર્ગા સેનાના રાજ્યના અદયક્ષએ જણાવ્યું હતું આજની મીટીંગનું ભવ્ય આયોજન જુનાગઢ દુર્ગા સેનાની બહેનો દ્વારા કરવામાં આવેલ હતું તેમ યજ્ઞેશભાઇ ભટ્ટ તથા અતુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું.