જય વિરાણી,કેશોદ
કેશોદ ખાતે આવેલી અનુસુચિત જાતિના પ્રમાણપત્રો તપાસવા આવેલી સમિતિને રજુઆત કરવા રબારી, માલધારી ચારણ સમાજ મામલતદાર કચેરીએ પહોંચ્યો.
કેશોદ: સૌરાષ્ટ્રમાં ગીરના જંગલ વિસ્તારમાં અને બરડા ડુંગરમાં વસતાં રબારી સમાજ, માલધારી સમાજ અને ચારણ સમાજના પરિવારોને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક લાભ મળી શકે એ માટે અનુસુચિત જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે ત્યારે આદિવાસી અરજદારો દ્વારા ઉતરોત્તર લાભ આપવા અને સક્ષમ અધિકારીઓએ આપેલાં પ્રમાણપત્રો માં ગેરરીતિઓ અંગે રજૂઆત કરવા ઉપરાંત ન્યાયપાલિકા સમક્ષ જાહેર હિતની અરજી કરી હોય હાલમાં સરકારી નોકરીઓમાં નિમણૂંક અટકાવવામાં આવી છે.
ત્યારે સરકાર દ્વારા નિયુક્ત સમિતિ કેશોદ મામલતદાર કચેરીએ તપાસ હાથ ધરવા આવેલ હોય ત્યારે કેશોદ તાલુકાના રબારી સમાજ, માલધારી સમાજ અને ચારણ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ રૂબરૂમાં રજુઆત કરી લેખિતમાં જાણ કરી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અનુસુચિત જાતિના પ્રમાણપત્રો માન્ય રાખી અટકેલી નિમણૂંકો પુર્વવત કરવામાં આવે એવી માંગ કરી છે. રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો આવનારાં દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.