ગાદોઈ ટોલનાકાથી પસાર થતા કેશોદ શહેરના તમામ વાહનોને ટોલટેક્ષમાંથી મુકિત આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.
કેશોદ વ્યાપારી મહામંડળની કારોબારીની એક બેઠક મળી હતી આ બેઠક કેશોદના ગાદોઈ ટોલનાકા પર થી કેશોદના વાહનોવાળા પાસેથી તગડો ટોલટેક્સ ઉધરાવવામાં આવે છે
ત્યારે આ ટોલટેક્સ નાબૂદ કરવા માટેનો વેપારી કારોબારી એ નિર્ણય કર્યો છે અને તેનો પ્રથમ વિરોધ કરી નેશનલ હાઈવે ઓથોરીટીને સંબોધી વ્યાપારી મહામંડળ પ્રમુખ તેમજ હોદ્દેદારોએ ડેપ્યુટી કલેક્ટર ડી વાય એસ પી અને સાંસદ ની ઓફીસે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આટલા લોકોને આવેદનપત્ર આપ્યા બાદ પણ દિવસ આઠમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો આઠ દિવસ બાદ ટોલનાકા એ વેપારી મહામંડળ દ્વારા ધરણાં નો કાર્યક્રમ યોજવામાં આવશે અને ટોલટેક્સ માંથી કેશોદ ને મુકતી આપવાની માગણી કરવામાં આવશે અને બીજી તરફ એક નિયમ મુજબ વીસ કિ. મી. સુધી ના અંતર ને ટોલટેક્સ માંથી મુક્તિ આપવામાં આવી છે.
ત્યારે કેશોદ તો માત્ર બાર કી. મી. ના અંતરે છે ત્યારે કેશોદ ને ટોલટેક્સ માંથી મુક્તિ મળવી જોઈએ તેવો વ્યાપારી મહામંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે