યુથ કોંગ્રેસના પ્રમુખે પરિણીતાના પતિ સામે રૂ. 1.46 લાખની લૂંટ ચલાવ્યાની વળતી ફરિયાદ નોંધાવી: સ્કૂલ સંચાલક અને પાડોશી વચ્ચે થયેલા સામસામે હુમલા અંગે આઠ સામે નોંધાતો ગુનો

કેશોદના ઇન્દિરાનગરમાં રહેતા યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તેમજ શાળા સંચાલકને પાડોશી પરિણીતા સાથેના આડા સંબંધના કારણે પરિણીતાના પતિ સહિત પાંચ શખ્સોએ માર મારી લૂંટ ચલાવ્યાની જ્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ પર પરિણીતાના પતિ સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદના ઇન્દિરાનગરમાં રહેતા વસંતભાઇ અમૃતલાલ રાઠોડ નામના 32 વર્ષના યુવાને પાડોશમાં રહેતા અવિનાથ કરશન પરમાર, અલ્પેશ ઉર્ફે અપુ અને વિપુલ વજુભાઇ પરમાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વંસતભાઇ રાઠોડની પત્ની અમૃતા ઉર્ફે સરોજને યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને શાળા સંચાલક અવિનાશ કરશન પરમારને આડો સંબંધ હોવાતી અમૃતા ઉર્ફે સરોજ છેલ્લા ત્રણેક માસથી રિસામણે પિયર જતી રહી હોવાથી બંને પાડોશી પરિવાર વચ્ચે અદાવત ચાલે છે. જેના કાણે અવિનાશ પરમાર, અલ્પેશ પરમાર અને વિપુલ ડોડીયાએ જી.જે.21એકયુ. 5050 નંબરની કારમાં આવી વસંતભાઇ અને તેના નાના ભાઇ માથે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

જ્યારે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને શાળા સંચાલક અવિનાશ કરશન પરમારે તેના પાડોશમાં રહેતા નિતિન અમૃતલાલ રાઠોડ, વસંત અમૃતલાલ રાઠોડ, અમૃતલાલ રાઠોડ, મિતેશ ઉર્ફે બાવલો, મિતેશનો ભાઇ સહિતના શખ્સોએ છરી અને લાકડીથી હુમલો કરી કારમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.ઘવાયેલા અવિનાશ ભાઇ પરમારના ભાઇ અલ્પેશભઆઇ પરમારે પાડોશી વસંતભાઇ રાઠોડને રૂા.35 હજાર ઉછીના આપ્યા હતા. તેની ઉઘરાણી કરતા બંને વચ્ચે બોલાચાલી થતા વસંત અને તેના ભાઇ તેમજ પિતા સહિત પાંચ શખ્સોએ એક સંપ કરી છરી અને ધોકાથી હુમલો કયાઈની ગળામાંથી રૂા.35 હજારની કિંમતના સોનાની ચેનની તેમજ કારની ડેકીમાંથી રૂા.1.46 લાખ રોકડા લૂંટી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.કેશોદ પોલીસ મથકના પીઆઇ બી.બી.કોળી અને એએસઆઇ આર.એન.ત્રિવેદી સહિતના સ્ટાફે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.