જય વિરાણી, કેશોદ: કેશોદમાં વેરા વધારાને લઈને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ નગર પાલિકા દ્વારા વેરામાં જે 10% નો વધારો કરવામાં આવ્યો છે, તેને પાછો ખેંચવામાં માટે કરવામાં આવે છે. ત્યારે કેશોદમાં આજ રોજ લઈને કોંગ્રેસ સમિતી દ્વારા ચરચોક ખાતે ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસના દ્વારા અત્યાર સુધીમાં છાવણીને 2100 વાંધા અરજીઓ આપવામાં આવી છે. આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો આંદોલનને વધુ ઉગ્ર બનાવવા જેમ બને તેમ વધુને વધુ વાંધા અરજીઓ એકઠી કરવા મથી રહ્યા છે. તેઓ કોમર્શિયલ અને રહેણાંક એમ એક-એક કરીને તમામ મિલકતધારકોને રૂબરૂ મળી તેમની વાંધા અરજીઓ સ્વિકાર કરશે.
હાલમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે જેને લઇને મોંઘવારી સમયે પાલીકાએ કરેલા વેરા વધારાને શહેર પ્રમુખ સમીરભાઇ પાચાણીએ ચિંતાનો વિષય ગણાવ્યો હતો. જયારથી આ ઉપવાસી છાવણીની જીલ્લા આગેવાનોએ મુલાકાત લીધી ત્યારથી કાર્યકારોનો જુસ્સો વધ્યો છે. જો પાલીકા વેરો પરત નહીં ખેંચે તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે એંધાણ જોવા મળી રહ્યાં છે.