• ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા તથા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી રહ્યા ઉપસ્થિત
  • મહોત્સવમાં  700થી વધુ યુવાઓ થયા સહભાગી

શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં આજે કેશોદની યુ.કે. વાછાણી મહિલા કોલેજ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ   કેશોદમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના ચતુર્થ યુવક મહોત્સવ માં જણાવ્યું હતું કે ગુજરાતનો યુવાન આજે કલા કૌશલ્ય અને ટેકનોલોજી થી સજજ થઈ ઇનોવેટિવ આઈડિયા સાથે વિશ્વ કક્ષાએ અગ્રેસર છે .આ માટે વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી   ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં યુવાઓના ઉત્કર્ષલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

ગુજરાતના દરેક યુવાનો આગળ વધે અને તેમની પ્રગતિ થાય અને સાથે સાથે શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સરકારી શ્રેણીબદ્ધ આયોજનો કરી સફળતાલક્ષી કાર્યો કર્યા છે કેમ જણાવી શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન   નરેન્દ્ર ભાઈ મોદી એ ગુજરાતમાં નવી યુનિવર્સિટીઓનો પ્રારંભ કરાવીને યુવાના વિકાસની નવી દિશા આપી હતી. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન   ના નેતૃત્વમાં યુવાઓને નવી નવી તકો અને સફળતા મળી રહે છે ત્યારે ગુજરાત પણ યુવાઓના કૌશલ્ય અને આવડત સાથે પ્રયોગશીલ પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરીને નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે.

36 મી નેશનલ ગેમ, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ અને સંશોધાત્મક અભ્યાસોને પ્રોત્સાહન આપી રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલા કૌશલ્યમાં નિપુણ એવા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્સવમાં સહભાગી થયેલા જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની કોલેજના 700 વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ભાગવતાચાર્યભાઇ   રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્ય ક્ષેત્રમાં પવિત્ર ભૂમિ છે. દ્વારકાધીશ થી સોમનાથ મહાદેવ અને ગિરનાર તપોભૂમિ ના મહાત્મય સાથે તેઓએ યુવાઓમાં રહેલી કલાની ચેતના ને ઉજાગર કરતા જણાવ્યું હતું કે યુવાઓમાં કલાનું સામર્થ્ય છે. રમતગમત કલા કૌશલ્ય ની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે તેઓએ પ્રેરણાદાયી વાત કરી હતી. ભાઈએ યુવક મહોત્સવમાં સહભાગી થયેલા તમામ યુવા ભાઈ બહેનોને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે સાંસદ   રમેશભાઈ ધડુકે સરકાર દ્વારા શિક્ષણની સાથે સાથે ઈતર પ્રવૃત્તિને પ્રોત્સાહન અને રમત ગમત સહિત કલા ક્ષેત્રે યુવાઓને તક મળે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને આવકાર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ અવસર 2022 દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ તેમજ યુ.કે. વાછાણી મહિલા કોલેજ ના સંચાલકો તેમજ અધ્યાપકો સહિત ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને આવકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.